શેહનાઝ ગિલ (Shehnaaz Gill)એ તેનાં ખાસ મિત્ર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નો જનમ દિવસ ખુબજ સ્પેશલ છે. સનાએ તેનાં અંદાજમાં સિદ્ધાર્થને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 13 (Bigg Boss 13) એ આપણને એક સુંદર મિત્રો આપ્યા છે તેમની મિત્રો, લડાઇ, ઝઘડો અને પ્રેમ ખુબજ પસંદ આપ્યા છે. આ માટે બંનેનું નામ આપ્યું છે. સિડનાઝ (SidNaaz). શો પૂર્ણ થયા બાદ પણ લોકો, તેમને સાથે જોવાનું પસંદ કરે છે. શો પૂર્ણ થયા બાદ પણ તેઓની મિત્રતા અકબંધ છે. તેઓ ઘણી વખત સાથે જોવા મળે છે. બંનેનો એક મ્યૂઝિક વીડિયો પણ થોડા સમય પહેલાં રિલીઝ થયો હતો જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. આ બંનેની જોડી ખુબ પસંદ કરવામાં આવી રહી છે. ટીવીનાં સૌથી ચર્ચિત એક્ટરની લિસ્ટમાં સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નું નામ શામેલ છે. આજે સિદ્ધાર્થનો 40મો જન્મ દિવસ છે. આ દિવસને ખાસ બનાવવા માટે તેની મિત્ર શેહનાઝ ગિલ (Shehnaaz Gill) અડધી રાત્રે તેને જન્મ દિવસની વધામણી આપવાં પહોંચી હતી. એટલું જ નહી તેણે કેક પણ કટ કરાવી હતી.
શેહનાઝ ગિલ (Shehnaaz Gill)એ તેનાં મિત્ર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ને જન્મ દિવસને સ્પેશલ બનાવી દીધો. સનાએ તેનાં અંદાજમાં જ સિડને બર્થડે વિશ કર્યું. જેનો વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં હસતા હસતા તે કહેતી નજર આવે છે. હેપી બર્થ ડે સિદ્ધાર્થ, સિદ્ધાર્થ તેને સામે કહે છે.. અચ્છા એવું છે શું.... સહી હૈ.. થેન્ક યુ... સામે શેહનાઝ કહે છે, ઓકે.
સિદ્ધાર્થ શુક્લાએ કેક કટ કરી
વીડિયો શેર કરતાં શેહનાઝે કેપ્શનમાં લખ્યું છે. હેપ્પી બર્થ ડે ટૂ યુ. આ સાથે જ તેણે સિદ્ધાર્થને ટેગ કર્યો છે અને ગિફ્ટ, કેર અને હાર્ટવાળી ઇમોજી શેર કરી છે. વીડિયોમાં લોકો તેને ખુબ પસંદ કરી રહ્યાં છે. ફેન્સ સિદ્ધાર્થને વિશ કરી રહ્યાં છે. તો શેહનાઝનો આ અંદાજ પણ લોકોને પસંદ આવી રહ્યો છે.
આપને જણાવી દઇએ કે, શેહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડીને બિગ બોસ 13માં જોવા મળી હતી. બંનેએ ઘરમાં રહેતા જ લાખો લોકોનું દિલ જીતી લીધુ હતું. બિગ બોસ બાદ બંને ઓનસ્ક્રીન પહેલી વખત ભુલા દુંગા સોન્ગમાં નજર આવ્યા હતાં. જે બાદ ફરી તેઓને ફેન્સ સાથે જોવા ઇચ્છે છે. હાલમાં જ તેઓ 'શોના શોના' (Shona Shona) સોન્ગમાં નજર આવ્યા હતાં. જેને ટોની કક્કડ અને નેહા કક્ડે ગાયુ છે. આ સોન્ગનાં લીરિક્સની સાથે સાથે તેને મ્યૂઝિક પણ ખુદ ટોની કક્કડે આપ્યું છે. આ ગીત દેસી મ્યૂઝિક ફેક્ટ્રીનાં યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને લોકોએ ખુબ પસંદ કર્યુ હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર