કંગના રનૌટનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થતા ભડકી પાયલ રોહતગી, રડતાં રડતાં પૂછ્યા સવાલ

(photo credit: instagram/@payalrohatgi)

કંગના રનૌટ (Kangana Ranaut)નાં ટ્વિટર પેજ પ્રતિબંધ લાદવા પર બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohtagi)નો ગુસ્સો સાતમાં આસમાન પર પહોંચી ગયો છે. પાયલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કંગના રનૌટનું ટ્વિટર પેજ હટાવવાં પર નારાજગી જાહેર કરી રહ્યાં છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut)નું ટ્વિટર પેજ પર્મનેન્ટલી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે એક્ટ્રેસનાં ફેન્સ તેમનાં ટ્વિટર પર નહીં મળી શકે. કંગના રનૌટનું ટ્વિટર અકાઉનટ સસ્પેન્ડ (Kangana Ranaut Twitter Accout Suspend) કરવા પર કેટલાંક સેલિબ્રિટીઝ ખુશ છે. તો કેટલાંક દુખી પણ છે. કંગનાનું ટ્વિટર પેજ બેન કરવા પર બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી (Payal Rohtagi)નો પણ ગુસ્સો સાતમાં આસમાન પર પહોંચી ગયો છે. પાયલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ પરમનેન્ટલી હટાવવા પર નારાજગી જાહેર કરી છે.

  વીડિયોમાં પાયલ રોહતગી પશ્ચિમ બંગાળમાં થેયલી હિંસા પર નારાજગી જાહેર કરતાં કહે છે કે, 'હું લાંબા સમયથી પોતાને ખુબજ મજબૂર અનુભવી રહી છું. ઘણી એવી પરિસ્થિતિઓ છે, પણ હું મારી જાતને મજબૂત રાખવાનો પ્રયાસ કરી રહી છું. કારણ કે જો, મે પોતાને મજબૂત ન રાખી તો ઘણી વસ્તુઓ ખોટી થઇ જશે. આપે અત્યાર સુધી મારી સ્ટ્રોંગ સાઇડ જ જોઇ છે. પણ હવે પોતાને બેબસ અનુભવી રહી છું. બંગાળથી આવતી તસવીરો જોઇને લાચારી અનુભવ થાય છે.'

  'આખરે સરકાર કરી શું રહી છે. મોદીજી આપ પ્રધાનમંત્રી છોને.. અમિત શાહજી આપ ગૃહમંત્રી છોને..?' પછી આટલાં બધા હિન્દુઓની બલી કેવી રીતે ચઢી રહી છે. જેમણે આપને સપોર્ટ કર્યો છે. આપ સત્તામાં નથી આવ્યાં., મમતા બેનર્જીને સત્તા મળી, પણ તે લોકોની શું ભૂલ છે. જેમણે તેમનું સમર્થન કર્યું. કંગનાનું અકાઉન્ટ કેમ હટાવવામાં આવ્યું. તેણે એવું તો કંઇ ખોટું નહોતું લખ્યું. અમે સરકારમાં નથી પણ મોદીજી આપ તો પ્રધાનમંત્રી છોને..? આપ તે લોકોને કેમ નથી બચાવી રહ્યાં.'
  તે વધુમાં કહે છે- 'મમતા બેનજર્જી આપ જીતી ગઇ, આપ તો એક મહલા છો શું આપની સામે તે મહિલાઓની તસવીર નથી આવી. માનવતા માટે થઇ આપ આગળ કેમ ન આવી. આપનાં જ વર્કર આવું કરી રહ્યાં છે. અકાઉન્ટ સસ્પેન્ડ કરતા પપહેલાં કેગના રનૌટે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે બંગાળ હિંસા વિરુદ્દ તેનો રાય મુક્યો છે. અને TMC પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેનાં થોડા સમય બાદ જ કંગનાનું ટ્વિટર અકાઉન્ટ પર્મેન્ટલી સસ્પેન્ડ (Kangana Ranaut Twitter account permanently Suspended) કરી દેવામાં આવ્યું હતું.'
  Published by:Margi Pandya
  First published: