Sorry! ગંદકી ઐશ્વર્યાની તસવીરમાં નહીં તમારા મગજમાં છે

News18 Gujarati
Updated: May 16, 2018, 5:51 PM IST
Sorry! ગંદકી ઐશ્વર્યાની તસવીરમાં નહીં તમારા મગજમાં છે
જે લોકોને આ તસવીરમાં ખરાબી લાગે છે તેમને પોતાની અંદર ઝાંકીને જોવાની જરૂર છે. તે લોકો માટે સારુ હશે જે તેની રાય આપવાની જગ્યાએ દેશમાં વધતા રેપને રોકવા માટે પોતાનાં કંઇક વિચાર જણાવે
News18 Gujarati
Updated: May 16, 2018, 5:51 PM IST
મુંબઇ: 'મધર્સ ડે'નાં સમયે બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી આ તસવીરમાં તે દીકરી આરાધ્યાને હોઠ પર કિસ કરતી નજર આવે છે. આ તસવીર એટલી પ્રેમાળ હતીકે દરેકને તે તસવીર પસંદ આવી. પણ સોશિયલ મીડિયા પર કેટલાંક એવાં પણ લોકો છે જેને આ તસવીર પસંદ નથી આવી. આ ફોટો પર તે ઐશ્વર્યાને ટ્રોલ કરવા લાગ્યા હતાં. એક તેની દીકરી સાથે કેવું વર્તન કરવું જોઇએ તે આ લોકો કહેવા લાગ્યા હતાં.

કેટલાંક યૂઝ્સે કહ્યું કે, ઐશ્વર્યા આ રીતે આરાધ્યાને કિસ કરે તે ખોટુ છે. તેમનાં મતે આ બાળકી સાથે યૌન ઉત્પીડનની ઘટના હતી. કેટલાંક લોકોએ તો ઐશ્વર્યાને લેસ્બિયન પણ કહી દીધી.




LOVE YOU UNCONDITIONALLY💖😘😇✨Happiest Mama in the World 😍


A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on






શું આપ જાણો છો સેક્સુઅલ હરેસ્મેન્ટ શું છે ?

આ યુઝર્સથી એક સવાલ છે, શું આપ સેક્સુઅલ હરેસ્મેન્ટનો અર્થ જાણો છો? એક બાળખીને જો તેની મા હોઠ પર કિસ કરે છે તો તેમાં ખોટુ શુ છે. એક મા તેની
બાળકીને છાતી સરસો ચાપીને રાખવા માંગે છે, તેની સાથે સુવા ઇચ્છે છે તેનીસાથે ન્હાય છે કે પછી તેને ચુંબન કરે છે તે સામાન્ય વાત છે. બાળકની સાથે તેનો બોન્ડ મજબૂત કરવા માટે ઘણી વખત મા આવું કરે છે. એવું કરીને મા બાળકને ફિલ કરાવે છે કે તેનાં જીવનમાં તે કેટલું મહત્વ ધરાવે છે. અે બાળખને પણ તે ઘણું પસંદ આવે છે.

આખરે આ કેવી માનસિકતા છે કે લોકો મા-દીકરીનાં સંબંધોને આ રીતે જુવે છે. જો એક મા તેની દીકરીને કિસ કરે છે તો તે લેસ્બિયન થઇ ગઇ? સમસ્યા તસવીરમાં નથી પણ તે લોકોની માનસિકતામાં છે એક માનું તેનાં દીકરી સાથે પ્રેમ જતાવવાની કોઇ જ રીત ક્યારેય ખોટી ન હોઇ શકે.

જે લોકોને આ તસવીરમાં ખરાબી લાગે છે તેમને પોતાની અંદર ઝાંકીને જોવાની જરૂર છે. તે લોકો માટે સારુ હશે જે તેની રાય આપવાની જગ્યાએ દેશમાં વધતા રેપને રોકવા માટે પોતાનાં કંઇક વિચાર જણાવે.
First published: May 16, 2018
વધુ વાંચો
अगली ख़बर