RAJ KUNDRA: વિવાદો વચ્ચે સલૂન જતાં TROLL થઇ શમિતા શેટ્ટી, યૂઝર્સે કહ્યું- 'જીજૂ જેલમાં છે અને...'
RAJ KUNDRA: વિવાદો વચ્ચે સલૂન જતાં TROLL થઇ શમિતા શેટ્ટી, યૂઝર્સે કહ્યું- 'જીજૂ જેલમાં છે અને...'
@ShilpaShetty instagram
રાજ કુન્દ્રાની ધરપકડ (Raj Kundra Case) બાદ શિલ્પા શેટ્ટી અને તેની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty) પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે. હાલમાં જ શમિતા શેટ્ટી સલૂન ગઇ હતી જે માટે લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) અશ્લીલ ફિલ્મો (Pornography Case) બનાવવા અને એપ દ્વારા તેને જાહેર કરવાંનાં આરોપમાં હાલમાં જેલમાં છે. રાજ કુન્દ્રાની 19 જુલાઇનાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. તો 27 જુલાઇનાં કોર્ટે કુન્દ્રાને 14 દિવસનાં ન્યાયિક હિરાસતમાં મોકલ્યો હતો. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી અને તેની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty)ને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. હાલમાં જ શમિતા શેટ્ટી સલૂન ગઇ હતી. જે અંગે તેને ફરી ટ્રોલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
'મોહબ્બતે' ફેઇમ શમિતા શેટ્ટી સોમવારે મુંબઇનાં જુહૂ સ્થિત એક સલૂનની બહાર સ્પોટ થઇ હતી. આ સમયે તેણે ડેનિમ શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરી હતી. એક્ટ્રેસનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે. જેનાં પર યૂઝર્સનાં જાત જાતનાં રિએક્શન્સ આવી રહ્યાં છે. ઘણાં યૂઝર્સે તો શમિતાને સલૂન જવાં પર ટ્રોલ કરવાની શરૂ કરી દીધી હતી.
યૂઝર્સે રાજ કુન્દ્રા કોન્ટ્રોવર્સીનો હવાલો આપતાં શમિતા શેટ્ટીને નિશાને લીધો છે. એક યૂઝરે શમિતા શેટ્ટીનાં વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે, 'જીજૂનાં પૈસે એશ કરે છે અને આજે જીજૂ જેલમાં છે અને સાળી પાર્લર જઇ રહી છે.' તો અન્ય એક યૂઝર લખે છે કે ,'આમને કંઇ ફરક નથી પડતો કે જીજૂ જેલમાં છે અને આને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો હતો.'
વીડિયોમાં ઘણાં યૂઝર્સે શમિતાને ટ્રોલ કરતી ઘણી બધી કમેન્ટ્સ કરી છે. ગત સોમવારે જ શિલ્પા શેટ્ટીએ આ મામલે તેનું અધિકૃત સ્ટેટમેન્ટ જાહેર કર્યુ હતું. જેમાં તેણે સ્પષ્ટ કર્યું હતું કે, તેનાં પતિ રાજ કુન્દ્રાનાં પોર્નોગ્રાફી કેસમાં તેણે હજુ સુધી કોઇ જ નિવેદન જાહેર કર્યુંનથી. અને આગળ પણ તે આ મામલે ચુપ રહેવાનું જ પસંદ કરશે. એવામાં તેનાં તરફથી કોઇ ખોટી વાતો કે નિવેદન ફેલાવે નહીં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર