સોશિયલ મીડિયા પર ઉડી 'રેસ-3'નાં ટ્રેલરની મજાક, લોકો બોલ્યા- 'આ તો કોપી છે'

News18 Gujarati
Updated: May 16, 2018, 5:31 PM IST
સોશિયલ મીડિયા પર ઉડી 'રેસ-3'નાં ટ્રેલરની મજાક, લોકો બોલ્યા- 'આ તો કોપી છે'
News18 Gujarati
Updated: May 16, 2018, 5:31 PM IST
મુંબઇ: સોશિયલ મીડિયા પર 'રેસ-3'નાં ટ્રેલરની મજાક ઉડી છે. સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'રેસ-3'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. સલમાન ઉપરાંત ફિલ્મમાં જેકલિન ફર્નાન્ડિસ, અનિલ કપૂર, ડેઝી શાહ, બોબી દેઓલ અને સાકિબ સલીમ છે. 15 જૂનનાં રોજ આ ફિલ્મ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડવાની શરૂ થઇ ગઇ છે.

સલમાન ખાન ફિલ્મમાં ભારે ભરખમ ડાઇલોગ્સ બોલતો નજર આવે છે તો એક સીનમાં સલમાન ખાન મિસાઇલ લોન્ચર સાથે નજર આવે છે. એક સીનમાં તે સુપર હીરોનાં કોસ્ચ્યૂમમાં હવામાં ઉડતો નજર આવે છે. કેટલાંક લોકોએ રેસ-3ની સરખામણી હોલિવૂડ ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ' સાથે કરી તેની કોપી ગણાવી. ટ્વિટર પર 3 મિનિટનાં આ ટ્રેલર હાલમાં ભારે મજાક ઉડી રહી છે.


Loading...


First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर