Home /News /entertainment /

અલોકનાથ સંસ્કારીથી બળાત્કારી સુધી: Twitter પર 'બાબૂજી' થયા ટ્રોલ

અલોકનાથ સંસ્કારીથી બળાત્કારી સુધી: Twitter પર 'બાબૂજી' થયા ટ્રોલ

આલોક નાથ, એક્ટર

ટ્વિટર પર સંસ્કારી અને બળાત્કારી વાળા ટ્વિટ્સની ભરમાર છે એવામાં કેટલાંક ટ્વિટ્સ આવા પણ છે જેમ કે- આલોક નાથ: સંસ્કારીથી બળાત્કારી સુધી. નામનો સંસ્કારી, કામનો બળાત્કારી

    મુંબઇ: પ્રખ્યાત ટીવી લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર વિનીતા નંદાએ નામ લીધા વગર પોપ્યુલર શો 'તારા'નાં લીડ એક્ટર પર યૌન શોષણનો આરોપ લગાવ્યોખ છે. 90નાં દાયકાનાં આ પોપ્યુલર ટીવી શોમાં આલોક નાથ લીડ રોલમાં હતો. એવામાં કંઇ કહેવાની જરૂર વગર જ વાત સામે આવી ગઇ ચે. અસલમાં વિનીતા નંદા એક પ્રખ્યાત એક્ટર પર આરોપ લગાવી રહી છે. હવે જ્યારે નાના અને મોટા પડદા પર અત્યાર સુધી સૌથી 'સંસ્કારી' બાબૂજી પર આરોપ લાગ્યા તો સોશિયલ મીડિયા પર અલગ અલગ રિએક્શન આવે તે સ્વાભાવિક છે.



    કોમિડયન અને એક્ટ્રેસ મલ્લિકા દુઆ લખે છે, #Babuji આ ઘણું ભયાનક છે, ના જાણે તેમણે (વિનીતા નંદા) 90નાં દાયકામાં એકલાં આ બધુ કેવી રીતે સંભાળ્યું હશે. આજનાં સમયમાં સોશિયલ મીડિયા છે તે માટે ભગવાનનો આભાર.





    આદિત્ય મેનન નામનાં એક ટ્વટિર યૂઝરે મલ્લિકા દુઆની ટ્વિટને શેર કરતાં લખ્યું કે, સંસ્કારી નહીં બળાત્કારી, આલોક નાથની જગ્યા જેલમાં છે.



    આ પ્રકારની ઘણી ટ્વિટ્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. જેમાં આલોકનાથને નામ કા સંસ્કારી, કામ કા બળાત્કારી કહેવામાં આવ્યો છે. તો એક ટ્વિટમાં તેને, ઉપર સે સંસ્કારી, અંદર સે બલાત્કારી.



    ગબ્બર નામનાં એક ટ્વિટર હેન્ડલથી થયેલી ટ્વિટમાં લખ્યુ છે કે, આલોક નાથ જેવાં કેરેક્ટર એક્ટર રેપ જેવા આરોપોથી બચીને નીકળી જાય છે તો ના જાણે બોલિવૂડનાં 100 વર્ષોમાં લિડ એક્ટર્સે શું શું કર્યુ હશે.

    આ પણ વાંચો-
    -#MeToo: 'તારા'ની લેખિકા, ડાયરેક્ટરે લગાવ્યો સૌથી 'સંસ્કારી બાબુ' પર રેપનો આરોપ
    -તનુશ્રીનાં આરોપો પર નાનાની સ્પષ્ટતા- 'કાલે જે સત્ય હતું આજે પણ તેજ સત્ય છે'
    -સોનમને કંગનાનો જડબાતોડ જવાબ, 'તે ન તો સારી એક્ટ્રેસ, ન તો સારી વક્તા'
    -PHOTOS:તનુશ્રી ઉપરાંત બોલિવૂડની આ હિરોઇનો બની છે છેડતીનો શિકાર
    Published by:Margi Pandya
    First published:

    Tags: Reaction, Social media

    આગામી સમાચાર