સોનૂ સૂદ અને સલમાન ખાનને પ્રધાનમંત્રી બનાવવાં ઇચ્છે છે રાખી, કહ્યું- 'તે છે અસલી હીરો'

સોનૂ સૂદ અને સલમાન ખાનને પ્રધાનમંત્રી બનાવવાં ઇચ્છે છે રાખી, કહ્યું- 'તે છે અસલી હીરો'
PHOTO- @RakhiSawant instagram

રાખી સાવંત (Rakhi Sawant Video)નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કહી રહી છે કે, સોનૂ સૂદ (Sonu Sood) કે સલમાન ખાન (Salman Khan)ને પ્રધાનમંત્રી બનાવી દેવા જોઇએ.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14 (Bigg Boss 14) ની સ્પર્ધક અને બોલિવૂડની ડ્રામા ક્વિન રાખી સાવંત તેનાં અજીબો ગરીબ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. રાખી સાવંત (Rakhi Sawant)નો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. હવે હાલમાં જ તેણે એક એવું નિવેદન આપ્યું છે જેને કારણે તે ફરી ચર્ચામાં આવી ગઇ છે. કોરોના કાળમાં સતત લોકોની મદદ કરનારા સોનૂ સૂદ અને સલમાન ખાનને રાખી સાવંત (Rakhi Sawant) પ્રધાનમંત્રી બનાવવાં ઇચ્છે છે.

    રાખી સાવંત (Rakhi Sawant Video)નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કહે છે કે સોનૂ સૂદ (Sonu Sood) કે સમલમાન ખઆન (salman Khan)ને પ્રધાનમંત્રી બનાવી દેવા જોઇએ. વીડિયોમાં રાખી સાવંત કહે છે કે, હું તો કહું છું કે, સોનૂ સૂદ કે સલમાન ખાનને આ દેશનાં પ્રધાનમંત્રી બનાવી દેવા જોઇએ કારણ કે તે જ અસલી હીરો છે. સોનૂ સૂદ, સલમાન ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન દેશનાં લોકોને કેટલો પ્રેમ કરે છે.


    View this post on Instagram

    A post shared by ETimes TV (@etimes_tv)




    આપને જણાવી દઇએ કે, આ મુશ્કેલ સમયમાં પ્રવાસીઓનાં મસીહા બનીને આગળ આવેલાં સોનૂ સૂદ (Sonu Sood) આજે કરોડો દિલ પર રાજ કરે છે. તેણે લોકોની ખુબ મદદ કરી છે. તો સલમાન ખઆને બોલિવૂડનાં 25 હજાર શ્રમીકોની મદદ કરવાનો નિર્ણય લીધો છે. સલમાન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં તે કલાકાર, ટેક્નિશિયન્સ, સ્ટંટમેન અને સ્પોટ બોય સહિત 25 હજાર પ્રત્યેક શ્રમિકનાં અકાઉન્ટમાં 1500 રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લીધો છે.

    પોતાનાં મનની વાત કરતાં રાખી સાવંતે હાલમાં જ કહ્યું હતું કે, તે લોકડાઉનથી ખુશ નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, તે એવી વ્યક્તિ છે જે ઘરે નથી બેસી શકતી. ઝુમ્બા સ્ટૂડિયો સુધી તેને ફોલો કરતાં પહોંચેલા ફોટગ્રાફર્સને તેણે પુછ્યું હતું કે, 'તમે લોકો મને શોધી કઇ રીતે લો છો? અમારી લાઇફ ગડબડ થઇ ગઇ છે. આપણે ક્યાં જઇશું. મે ઘરે જ ડાન્સ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હું કથક અને બેલે કરીશ અને આખી બિલ્ડિંગ હલાવી દઇશ. તેથી કોરોના વાયરસ (Corona Virus) મારી બિલ્ડિંગ છોડી દેશે. હું ઘરે બેસનારી વ્યક્તિ નથી.'
    Published by:Margi Pandya
    First published:May 11, 2021, 13:04 pm

    ટૉપ ન્યૂઝ