રાનૂ અને હિમેશની લોકોએ ઉડાવી મજા, VIRAL થઇ રહ્યાં છે VIDEO

News18 Gujarati
Updated: August 27, 2019, 12:29 PM IST
રાનૂ અને હિમેશની લોકોએ ઉડાવી મજા, VIRAL થઇ રહ્યાં છે VIDEO
રાનૂ મંડલ એક સમયે રેલવે સ્ટેશન પર ગીત ગાતી હતી અને હવે હિમેશ રેશમિયાએ તેને તેની અપકમિંગ ફિલ્મમાં ગીત ગાવાની તક આપી છે

રાનૂ મંડલ એક સમયે રેલવે સ્ટેશન પર ગીત ગાતી હતી અને હવે હિમેશ રેશમિયાએ તેને તેની અપકમિંગ ફિલ્મમાં ગીત ગાવાની તક આપી છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક:  એક તરફ રેલવે સ્ટેશનથી ઉઠીને સ્ટાર બની બેઠેલી રાનૂ મંડલ ચર્ચામાં છે. તો બીજી તરફ ઇન્ટરનેટ પર તેની સાથે જોડાયેલો એક ફની વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બે મસ્તીખોર યુવકોએ એક વીડિયો બનાવ્યો છે તેને જોઇને લોકો હસવાનું રોકી શકતા નથી. બંનેએ મળીને તેમનાં રૂમમાં રેકોર્ડિંગ સ્ટૂડિયો જેવું તૈયાર કર્યું છે જે માટે ડોલમાં એખ પાઇપ લગાવીને સ્ટેન્ડ તૈયાર કર્યુ અને ઉંધી બોટલ ફિટ કરીને તેનું માઇક બનાવ્યું. આ વીડિયોમાં એકે રાનૂ મંડાલની જેમ માઇક પર ગીત ગાયુ તો બીજાએ ટોપી પહેરીને હિમેશ રેશમિયા બનીને ઇશારા કર્યાં. જાણે કે રેકોર્ડિંગ ચાલતું હોય.

ઇન્ટરનેટ પર આ પ્રકારનાં એક નહીં ઘણાં વીડિયો છે. જેમાં હિમેશની સારી નકલ ઉતારવામાં આવી છે. આ વીડિયોમાં લોકો હિમેશ રેશમિયાનો મજાક ઉડાવી રહ્યાં છે. Monk નામનાં એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે, 'હિમેશ કરતાં સારી એક્ટિંગ તો વીડિયોમાં આ યુવકે કરી છે.' વિજય ભટ્ટે લખ્યું છે કે, 'એક તરફ તમે હિમેશ રેશમયિાનાં વખાણ કરી રહ્યાં છો અને બીજી તરફ તેની મજાક ઉડાવી રહ્યાં છો'
રાનૂ સુધી કેવી રીતે પહોચ્યો હિમેશ રેશમિયા ?
રાનૂ મંડલ રેલવે પ્લેટફર્મ પર ગીત ગાતી હતી. સામાન્ય રીતે તે પશ્ચિમ બંગાળનાં રાનાઘાટ સ્ટેશન પર ગીત ગાઇને તેનું ગુજરાન ચલાવતી હતી. એક દિવસ તે ત્યાંથી પસાર થતા સમયે યતીન્દ્ર ચક્રવર્તીએ રાનૂનું ગીત સાંભળ્યું અને તેનો વીડિયો બનાવીને રેકોર્ડ કરી લીધો. તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો જે બાદ આ વીડિયો વાયરલ થઇ ગયો. અને રાનૂને હિમેશ રેશમિયાની ફિલ્મ હેપી હાર્ડી એન્ડ હીર માટે તેરી મેરી કહાની ગીત ગાવાની તક મળી ગઇ છે.


રાનૂ દરરોજ રાનાઘાટ સ્ટેશન ખાતે ગીતો ગાતી હતી પરંતુ કોઈએ તેને કલાની કદર કરી ન હતી. પરંતુ અતિન્દ્રની નજર રાનૂ પર પડતા જ તેણે તેના ગીતનું રેકોર્ડિંગ પોતાના ફોનમાં કરી લીધી હતું. અતિન્દ્ર જ એ વ્યક્તિ છે જે રાનૂને કોલકાના રેલવે સ્ટેશનથી મુંબઈ સુધી લઈ ગયો હતો. મુંબઈ પહોંચતા જ રાનૂનું મેકઓવર કરવામાં આવ્યું હતું. હિમેશ ઉપરાંત અન્ય મ્યુઝિક ડિરેક્ટરો તરફથી પણ રાનૂને ગીત માટે ઑફર મળી રહી છે. સાથે જ રાનૂ મંડલને મોકો આપવા માટે અતિન્દ્રએ હિમેશ રેશમિયાનો આભાર વ્યક્ત કર્યો છે. અતિન્દ્ર વ્યવસાયે એન્જીનિયર છે અને રાનાઘાટમાં જ રહે છે.
First published: August 27, 2019
વધુ વાંચો
अगली ख़बर