Home /News /entertainment /યમુનામાં તરતી મળી સો.મીડિયા ફેઈમ હિમાંશીની લાશ, પરિવારે લખાવી હતી ગુમ થયાની ફરિયાદ
યમુનામાં તરતી મળી સો.મીડિયા ફેઈમ હિમાંશીની લાશ, પરિવારે લખાવી હતી ગુમ થયાની ફરિયાદ
સોશિયલ મીડિયા સ્ટાર હિમાંશી
દિલ્હીનાં કશ્મીરી ગેટ પાસે શનિવારે યમુના નદી (Yamuna River)માં એક યુવતીની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસ તપાસમાં મૃતકની ઓળખ થઇ આવી. જે સોશિયલ મીડિયા ફેઇમ હિમાંશી (Himanshi)નાં રૂપમાં થઇ હતી. તે 24 જૂનની રાતથી ગુમ હતી.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi)માં એક મોટી ખબર સામે આવી છે. દિલ્હીનાં કશ્મીરી ગેટ પાસે શનિવારનાં યમુના નદી (Yamuna River)માં એક યુવતીની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસ તપાસમાં મૃતકની ઓળખ થઇ આવી. જે સોશિયલ મીડિયા ફેઇમ હિમાંશી (Himanshi)નાં રૂપમાં થઇ હતી. તે 24 જૂનની રાતથી ગુમ હતી. હવે સ્થાનીક પોલીસ સ્ટેશનમાં આ મામલે દખલ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. માહિતી મુજબ, મૃતકની ઓળખ સોશિયલ મીડિયા ફેઇમ હિમાંશી (Social Media Fame Himanshi)નાં રૂપમાં કરવામાં આવી છે. કહેવાય છે કે, 24 જૂનની રાતથી જ હિમાંશી ગુમ છે. જે બાદ પરિજનોએ તેનાં ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. પણ આ પહેલાં પોલીસે તેની તપાસ કરી શકતી તે પહેલાં જ તેની લાશ યમુના નદીમાંથી મળી આવી. પોલીસની માહિતી ુજબ 24 જૂનનાં હિમાંશી ગુ
મ હતી. જેની ફરિાયદ દિલ્હીનાં બુરાડી થાનામાં કરવામાં આવી હતી. અને બાદમાં પોલીસે તેની તપાસ શરૂ કરી હતી.
પોલીસની માહિતી મુજબ, ફિરયાદમાં કહેવામાં આવ્યું હતું કે, હિમાંશી તેનાં ઘર સંતનગર બુરાડીથી સવારે નીકળી હતી. પણ રાત સુધી પરત આવી ન હતી. આ દરમિયાન તેનો ફોન પણ બંધ હતો. જ્યારે બુરાડી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો હિમાંશીનું લાસ્ટ લોકેશન બુરાડીની પાસે મળી આવ્યું હતું. તે પોલીસની તપાસમાં કેટલાંક CCTV ફૂટેજ પણ હાથ લાગ્યાં હતાં. જેમાં હિમાંશી સિગ્નેચર બ્રિજ તરફ જતી નજર આવી હતી.
તેનું મર્ડર થયું કે તેણે આત્મહત્યા કરી- પોલીસનું કહેવું છે કે, શરૂઆતી તપાસમાં લાગે છે કે હિમાંશીએ આત્મહત્યા કરી છે. પોલીસની માનીયે તો, 24 જૂનની બપોરે 3 વાગ્યે હિમાંશીએ યમુનામાં છલાંગ લગાવી હતી. જે બાદ શનિવારે તેની લાશ કશ્મીરી ગેટ પાસે મળી છે. પોલીસનું કહેવું છે કે, હિમાંશીનાં શરીર પર કોઇ જ ઇજાનાં નિશાન ન હતાં. હાલમાં તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. જોકે, આમ છતા પોલીસ તપાસ કરી રહી છે કે, હિમાંશીનું મોત કેવી રીતે થયું. તેને મારી નાંખવામાં આવી છે કે તેણે આત્મ હત્યા કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર