બ્યૂટી ટ્રીટમેન્ટથી બગડ્યો TV એક્ટ્રેસનો ચહેરો, ક્લિનિકે ચુકવવું પડ્યું વળતર

બ્યૂટી ટ્રીટમેન્ટથી બગડ્યો TV એક્ટ્રેસનો ચહેરો, ક્લિનિકે ચુકવવું પડ્યું વળતર
પ્રતિકાત્મક તસવીર

એક ટીવી એક્ટ્રેસને બ્યૂટી ક્લીનિકમાં જઇ બ્યૂટી ટ્રિટમેન્ટ કરાવવી મોંઘી પડી. આ એક્ટ્રેસ તેનાં ચહેરા પરથી રિન્કલ્સ દૂર કરવાં અને વાળમાં કલર કરવાં આ ક્લીનિકમાં ગઇ હતી પણ અંજામ તેનાંથી ઉધું આવ્યું.

 • Share this:
  પીવી રમના કુમાર, ન્યૂઝ 18

  હૈદરાબાદ: એક ટીવી એક્ટ્રેસને બ્યૂટી ક્લીનિકમાં જઇ ઇલાજ કરાવવો મોંઘો પડ્યો. આ એક્ટ્રેસ તેનાં ચહેરાની કરચલીનો ઇલાજ કરાવવાં અને વાળમાં કલર કરાવવાં એક ક્લીનિકમાં ગઇ હતી પણ ત્યાં અંજામ જોઇતું હતું તેનાંથી ઉંધુ આવ્યું. તેની જે સુંદરતા હતી તે પણ જતી રહી. આ બ્યૂટી ટ્રિટમેન્ટ માટે એક્ટ્રેસે ક્લીનિકને પૂરા 62,000 રૂપિયા આપ્યા હતાં. આ કેસમાં તેને કન્ઝ્યૂમર કોર્ટનો સહારો લેવો પડ્યો હતો. હવે તેલંગાના રાજ્ય ગ્રાહક વિવાદ અને નિવારણ આયોગ ફોરમે બ્યૂટી ક્લિનિકને આ એક્ટ્રેસને વળતર આપવાનો આદેશ આપ્યો છે.  ટીવી એક્ટ્રેસ મેઘના ઉર્ફે નિર્મલા તેની ચહેરા પરની કરચલીઓ દૂર કરવાં અને વાળમાં કલર કરવાં હૈદરાબાદનાં શ્રીનગર વિસ્તારની લૈવિનો કોસ્મેટિક્સ અને લેસર ક્લિનિકમાં ગઇ હતી. ક્લિનિકમાં 45 દિવસ તેનું ઇલાજ ચાલ્યું હતું. અને આ માટે તેણે 62,000 રૂપિયા આપ્યા હતાં. જોકે, તેની ત્વચાનો રંગ વધુ ડાર્ક થઇ ગયો તેનાં ચહેરા પર સાઇડ ઇફેક્ટ આવી ગઇ તો તેણે બ્યૂટી ક્લિનિક પાસે પૈસા પરત કરવાં કહ્યું પણ તેણે સકારાત્મક પ્રતિક્રિાય નથી આપી.

  એક્ટ્રેસે જિલ્લા ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો અને ફોરમે તેને 62,000 રૂપિયા આપવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત માનસિક તાણ માટે 50,000નું વળતર અને ખર્ચાનાં રૂપિયા 5,000 આપવાનો આદેશ આપયો છે. જિલ્લા ફોરમે નિર્ણયને પડકારતા લાવિનો લેઝર ક્લિનિકનાં રાજ્ય ગ્રાહક ફોરમમાં અપીલ દાખલ કરી, જ્યારે ન્યાયમૂર્તિ એમએસ કે જાયસવાલ અને સભ્ય મીના રામનાથનની પીઠે કેસની સુનાવણી કરી હતી.

  કોસ્મેટિક કંપનીએ તર્ક આપ્યો હતો કે, જિલ્લા ફોરમે આ વાતની પુષ્ટિ કરવા માટે કોઇ વિશેષજ્ઞ સલાહ નહોતી લીધી ઉપચારમાં કોઇ કમી ન હતી. કંપનીનો આરોપ છે કે, કોસ્મેટોલોજિસ્ટ ઇલાજ ડોક્ટર આનંદની દેખરેખમાં કરવામાં આવ્યું હતું અને ટીતવી એક્ટ્રેસે હોસ્પિટલ જઇ તેમને સૌની સામે બ્લેકમેલ કર્યા અને પહેલાં પણ એક બ્યૂટી ક્લીનિકમાં આવું કર્યું હતું.

  તેમે એમ પણ કહ્યું કે, ડોક્ટરની સલાહ અને નિર્દેશોનું પાલન નહીં કરવાને કારણે તેનાં ચહેરા પર સાઇડ ઇફેક્ટ આવી છે. આ તર્ક સાંભળ્યા બાદ ન્યાયાધિકરણનો નિર્ણય સંભળાવવામાં આવ્યો કે, ડોક્ટર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હોય તેવાં કોઇ પુરાવા ન હતાં. જ્યારે ગ્રાહકને સાઇડ ઇફેક્ટ થઇ છે તેનો પૂરાવો છે. તેથી આ તેમની સર્વિસનો દોષ છે. અને તેનાંથી સાબિત થાય છે કે, જિલ્લા ફોર્મનો નિર્ણય યોગ્ય હતો.
  Published by:Margi Pandya
  First published:March 02, 2021, 16:40 pm