રાહુલ વૈદ્ય- દિશા પરમારનાં લગ્નમાં VIDEO આવ્યો સામે, અલી-જેસ્મિન પણ આવ્યા નજર

રાહુલનાં લગ્નમાં અલી ગોની અને જેસ્મિન ભસીનની મસ્તી

રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને દિશા પરમાર (Disha Parmar) નાં લગ્નની તસવીરો બાદ એક વીડિયો ખુબજદ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે જેમાં અલી ગોની (Aly Goni) અને જેસ્મિન ભસીન (Jasmin Bhasin) પણ નજર આવે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14 (Bigg Boss 14) સ્ટાર રાહુલ વૈદ્ય (Rahul Vaidya) અને દિશા પરમાર (Disha Parmar)નાં લગ્નની ચર્ચાઓનું બજાર ગરમ છે. બંનેનાં લગ્ન અંગે છેલ્લા ઘણાં સમયથી વાતો ચાલી રહી છે. ત્યારે છેલ્લા થોડા દિવસોમાં તેમનાં લગ્નની કેટલીક તસવીરો સામે આવી છે. હવે તસવીરો બાદ તેમનાં લગ્નનો વીડિયો ખુબજ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. જેમાં અલી ગોની (Aly Goni) અને જેસ્મિન ભસીન (Jasmin Bhasin) પણ નજર આવે છે.

  રાહુલ વૈદ્ય અને દિશા પરમાર (Disha Prmar)એ તેમનાં લગ્ન અંગે ક્યારેય ખુલીને વાત કરી ન હતી. પણ જ્યારે હાલમાં જ ફેન્સે તેને દુલ્હા અને દિશાને દુલ્હનનાં અવતારમાં જોયા તો તે દંગ રહી ગયા હતાં. હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને હાથમાં હાથ નાંખી મંડપ તરફ વધતા નજર આવી રહ્યાં છે. વીડિયોમાં તેનો ખાસ મિત્ર અલી ગોની અને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ જેસ્મિન ભસીન પણ નજર આવી રહી છે.

  રાહુલ અને દિશા કલર કોઓ્ડિનેટ આઉટફિટ્સમાં નજર આવે છે. દિશાએ પિંક કલરનો લહેંગો પહેર્યો છે. ત્યાં રાહુલ ક્રીમ કલરની શેરવાનીમાં અને પિંક કલરની પાઘડીમાં નજર આવે છે. દિશાનો આ લૂક ઘણો જ એલિગંટ લાગે છે. તેણે હેવી જ્વેલરી અને ન્યૂડ મેકઅપ કર્યો છે.
  આ વીડિયોમાં રાહુલ અને દિશાનાં ફેન્સ ખુબ બધી કમેન્ટ્સ કરી રહ્યાં છે. વીડિયો રાહુલનાં એક ફેનપેજનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. રાહુલ અને દિશાની સાતે એક મ્યૂઝિક વીડિયો પણ નજર આવે છે. જેની શૂટિંગ નોર્થ ઇન્ડિાયમાં પૂર્ણ થઇ છે.

  આપને જણાવી દઇએ કે, રાહૂલે દિશાને બિગબોસ 14નાં ઘરમાં પ્રપોઝ કરી હતી. જે બાદ દિશા ઘરમાં રાહુલને મળવા આવી હતી. દિશા અને રાહુલની કેમેસ્ટ્રી ફેન્સને ઘણી પસંદ આવી હતી. ઘરથી બહાર આવ્યાં બાદ રાહુલે લગ્નનું પ્લાનિંગ કર્યું હતું. રાહુલે કહ્યું હતું કે, 'અમે લગ્નની તારીખ નક્કી કરવાની પ્રોસેસમાં છીએ. અને લગ્ન જલદી જ થસે. અમે બંને શાંત લોકો છે મે ઘણાં બધા લગ્નમાં પરફોર્મન્સ આપી છે પણ મારા લગ્ન હું સાદાઇથી ઇચ્છુ છું. બાદમાં અમે તમામ ફંક્શન્સ રાખીશું.'
  Published by:Margi Pandya
  First published: