Dussehra 2021: બોલિવૂડમાં રામલીલાને કેન્દ્રમાં રાખી બની છે આટઆટલી ફિલ્મો, પ્રથમ બે તો છે એકદમ અલગ

રામલીલાના કેન્દ્રમાં રાખીને બોલિવુડમાં અનેક ફિલ્મો બની ગઈ છે અને હજી પણ બનીજ રહી છે.

દશેરા(Dussehra 2021)ની ઉજવણી આગામી તા.15 ઓક્ટોબરના રોજ થશે. અસત્ય પર સત્યની જીતનો આ તહેવાર હિંદુઓ માટે ખૂબ જ મહત્વનો છે. રાવણના વધ અને ભગવાન રામની જીત માનવજાતને ઘણી શીખ આપે છે.

  • Share this:
નવી દિલ્હી:  દશેરા(Dussehra 2021)ની ઉજવણી આગામી તા.15 ઓક્ટોબરના રોજ થશે. અસત્ય પર સત્યની જીતનો આ તહેવાર હિંદુઓ માટે ખૂબ જ મહત્વનો છે. રાવણના વધ અને ભગવાન રામની જીત માનવજાતને ઘણી શીખ આપે છે. આ વિષયવસ્તુ પરથી બોલિવૂડ(Bollywood)માં ઘણી ફિલ્મો બની છે. જેથી અહીં રામલીલાના વિષયને કેન્દ્રમાં રાખી બોલિવૂડમાં બનેલી ફિલ્મો અંગે જાણકારી આપવામાં આવી છે.

રુદ્રાક્ષ

રુદ્રાક્ષ ફિલ્મમાં સુનીલ શેટ્ટી રાવણનો ભક્ત હોય છે. તેને રાવણનો રુદ્રાક્ષ મળે છે જે તેને રાક્ષસી શક્તિઓ આપે છે. સંજય દત્તને જ્યારે ઋષિના પુત્ર તરીકે બતાવવામાં આવ્યો છે. જે વેદ અને પુરાણોના જ્ઞાનથી ચમત્કારો કરી શકે છે. ફિલ્મના અંતે સંજય દત્ત રાવણના ભક્તને હરાવવા માટે મંત્રો વાંચીને પોતે રાક્ષસનું સ્વરૂપ લે છે અને સુનિલ શેટ્ટીનો ખાત્મો કરે છે.

કલંક

કલંકમાં પણ રામાયણનો કોન્સેપ્ટ દર્શાવવામાં આવ્યો છે. તેમાં સીતા માતાની ભૂમિકા ભજવતી આલિયા ભટ્ટ તેની લક્ષ્મણ-રેખાને પાર કરે છે અને આ રીતે રાવણ એટલે કે વરુણ ધવનના કબજામાં આવી જાય છે. આ સીનમાં આલિયા અને વરુણની મુલાકાત થાય છે, ત્યારે બેકગ્રાઉન્ડમાં રાવણની સળગતું ભવ્ય પૂતળું જોવા મળે છે.

સ્વદેશ

આ ફિલ્મ આશુતોષ ગોવારીકરે બનાવી છે. જેમાં શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું પલ પલ હૈ ભારી ગીત રામલીલા પર આધારિત છે. ગીતમાં રાવણની કેદમાં રહેલા સીતા માતા ભગવાન રામના આવવાની પ્રતીક્ષા કરતા હોય છે. જ્યારે રાવણ ભગવાન રામ પર કટાક્ષ કરતો હોય છે.

રાવણ

આ ફિલ્મના વિષયવસ્તુની તેના નામ પરથી જ ખ્યાલ આવી જાય છે. આ ફિલ્મનું દિગ્દર્શન મણિરત્નમે કર્યું હતુ. ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ હતી. જેમાં અભિષેક બચ્ચને ઐશ્વર્યાનું અપહરણ કર્યું હોય છે અને ત્યારબાદ ઐશ્વર્યાના મનમાં અભિષેક બચ્ચન પ્રત્યે સોફ્ટ કોર્નર જાગે છે.

આ પણ વાંચો: 'શક્તિમાન'નાં 'તમરાજ કિલવિશ'ની પાસે છે એટલી સંપત્તિ, દીકરીને આપી દીધો 60% મિલકતમાં ભાગ

મેં હું ના

આ ફિલ્મમાં શાહરુખ અને જાયદ ખાન ભાઈ હોય છે. તેમનું નામ રામ અને લક્ષ્મણ હોય છે. ફિલ્મમાં શાહરુખ ખાન અને સુનિલ શેટ્ટીની લડાઈ પણ સત્ય પર અસત્ય બતાવે છે. આ ફિલ્મમાં તમને રામાયણની ઝલક જોવા મળે છે.

નૌટંકી સાલા

આયુષ્માન ખુરાના અને કુણાલ રાય કપૂરે આ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આયુષ્માન ખુરાનામાં રામ પરમારની ભૂમિકા ભજવી હતી, જ્યારે કુણાલ રાય કપૂરે ફિલ્મમાં મંદારની ભૂમિકા ભજવી હતી.
Published by:kuldipsinh barot
First published: