આ કારણે અદનાન સામીએ ઈન્સ્ટાગ્રામને કહ્યું હતું 'ALVIDA', સિંગરે લેટેસ્ટ પોસ્ટ શેર કરી કર્યો ખુલાસો
આ કારણે અદનાન સામીએ ઈન્સ્ટાગ્રામને કહ્યું હતું 'ALVIDA', સિંગરે લેટેસ્ટ પોસ્ટ શેર કરી કર્યો ખુલાસો
અદનાન સામીએ ઈન્સ્ટાગ્રામ પર વાપસી કરી.
બોલિવૂડના પ્રખ્યાત સિંગર અદનાન સામી (Adnan Sami)એ હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાંથી પોતાની તમામ પોસ્ટ ડિલીટ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે સાથે જ અદનાને ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં અલવિદા લખ્યું હતું. તેને લઈ અદનાન સામી અચાનક ચર્ચામાં આવી ગયો હતો. એટલું જ નહીં ફેન્સ તેને લઈને વિચારમાં પડી ગયા હતા કે આખરે આવું કેમ કર્યું. હવે અદનાને ઈન્સ્ટા પોસ્ટ ડિલીટ કરવા પાછળના કારણનો ખુલાસો કરી દીધો છે
બોલિવૂડના પ્રખ્યાત સિંગર અદનાન સામી (Adnan Sami)એ હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાંથી પોતાની તમામ પોસ્ટ ડિલીટ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે સાથે જ અદનાને ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં અલવિદા લખ્યું હતું. તેને લઈ અદનાન સામી અચાનક ચર્ચામાં આવી ગયો હતો. એટલું જ નહીં ફેન્સ તેને લઈને વિચારમાં પડી ગયા હતા કે આખરે આવું કેમ કર્યું. હવે અદનાને ઈન્સ્ટા પોસ્ટ ડિલીટ કરવા પાછળના કારણનો ખુલાસો કરી દીધો છે.
મારી અલવિદા કહેવાની રીત- અદનાન
અદનાને પોતાના ઈન્સ્ટાગ્રામમાં પોતાના નવા ગીતનું મોશન ટીઝર શેર કર્યું. તેના કેપ્શનમાં તેણે લખ્યું- મારી અલવિદા કહેવાની રીત. તેની પહેલા તેણે પાંચ સેંકડનો મોશન વીડિયો શેર કર્યો હતો. તેમાં ઈંગ્લિશમાં 'અલવિદા' (ALVIDA)લખેલું જોવા મળ્યું હતું. તેના પછી ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે 'ALVIDA' અદનાન સામીનું કોઈ નવું ગીત, આલ્બમ અથવા પ્રોજેક્ટ છે. એટલું જ નહીં કેટલાક લોકોએ કહ્યું, ઈન્સ્ટાગ્રામ પરથી તમામ પોસ્ટ ડિલીટ કરવી અદનાનનું એક પ્રમોશનલ મૂવ છે.
અદનાન સામીનું ટૂંક સમયમાં નવું ગીત આવશે, જેનું ટાઈટલ અલવિદા (Alvida Song) છે. આ વીડિયો તેના ગીતનો ટીઝર વીડિયો છે, જેમાં અદનાન બ્લેક એન્ડ વ્હાઈટ શેડ્સમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તેનો ચહેરો નથી દેખાઈ રહ્યો માત્ર અલવિદાની ધુન સંભળાય રહી છે.
અદનાન (Adnan Sami Song)એ અચાનક ઈન્સ્ટા પર પોસ્ટ કરવા વિશે કેટલાક યુઝર્સને પહેલાથી અનુમાન હતું કે આ તેનો કોઈ પબ્લિસિટી સ્ટંટ હોય શકે છે. હવે જ્યારે અદનાને પોતાના અલવિદા કહેવાનું સાચું કારણ જણાવી દીધું છે તો તેના ફેન્સ ઘણા ખુશ છે. એટલું જ નહીં 'વેલકમ બેક' કહી અભિનંદન પાઠવ્યા. તો કેટલાક યુઝર્સને અદનાનો આ પબ્લિસિટી સ્ટંટ પસંદ નથી આવ્યો.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર