Home /News /entertainment /

Sneha Ullal Birthday: એશ્વર્યા રાય જેવો જ ચહેરો, એક ગંભીર બીમારી કરિયર પર ભારે પડી

Sneha Ullal Birthday: એશ્વર્યા રાય જેવો જ ચહેરો, એક ગંભીર બીમારી કરિયર પર ભારે પડી

સ્નેહા ઉલ્લાલે (Sneha Ullal) વર્ષ 2005માં ફિલ્મ લકીઃ નો ટાઈમ ફોર લવથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

મુંબઈ : આજે બોલિવૂડ (Bollywood) અભિનેત્રી (Actress) સ્નેહા ઉલ્લાલ (Sneha Ullal)નો જન્મદિવસ (Birthday) છે. સ્નેહાનો જન્મ 18 ડિસેમ્બર, 1987માં ઓમાન (Oman)ના મસ્કતમાં થયો હતો અને તેણે ત્યાંથી જ સ્કૂલનો અભ્યાસ (Education) કર્યો હતો. જે બાદ તે મુંબઈ (Mumbai) શિફ્ટ થઈ ગઈ હતી

વધુ જુઓ ...
    મુંબઈ : આજે બોલિવૂડ (Bollywood) અભિનેત્રી (Actress) સ્નેહા ઉલ્લાલ (Sneha Ullal Birthday)નો જન્મદિવસ છે. સ્નેહાનો જન્મ 18 ડિસેમ્બર, 1987માં ઓમાન (Oman)ના મસ્કતમાં થયો હતો અને તેણે ત્યાંથી જ સ્કૂલનો અભ્યાસ (Education) કર્યો હતો. જે બાદ તે મુંબઈ (Mumbai) શિફ્ટ થઈ ગઈ હતી.

    સ્નેહા ઉલ્લાલે (Sneha Ullal) વર્ષ 2005માં ફિલ્મ લકીઃ નો ટાઈમ ફોર લવથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ કંઈ કમાલ બતાવી શકી નથી, પરંતુ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના ચહેરા જેવો સ્નેહનો ચેહરો હોવાથી તેની ખૂબ ચર્ચા થઈ હતી. આ ફિલ્મ પછી, સ્નેહા બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ અને લગભગ 10 વર્ષ પછી તે ફિલ્મ ઈશ્ક બેજુબાનમાં જોવા મળી, જોકે તેની ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ગઈ તે કોઈને ખબર નહોતી.

    સ્નેહા ઉલ્લાલને આ ગંભીર બીમારી થઇ હતી

    સ્નેહા આ સમય દરમિયાન બોલિવૂડ ફિલ્મોથી દૂર રહી પરંતુ તે સતત તેલુગુ ફિલ્મોમાં કામ કરી રહી હતી. વર્ષ 2014માં તેની તેલુગુ ફિલ્મ અંતા ની માયાલોન રીલિઝ થઈ હતી, જેના પછી તે લાંબા સમય સુધી મોટા પડદા પરથી ગાયબ થઈ ગઈ હતી. વર્ષ 2017માં સ્નેહાએ આ વિશે ખુલીને વાત કરી હતી. સ્નેહાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ તેનું કમબેક નથી. તેણે કહ્યું કે તે જાણી જોઈને ફિલ્મોથી દૂર નથી રહી, પરંતુ તેની ખરાબ તબિયતને કારણે તેણે ફિલ્મોથી દૂર રહેવું પડ્યું.

    30-40 મિનિટથી વધુ સમય પગ પર ઊભી રહી શકતી ન હતી

    તેણીએ જણાવ્યું કે તેણીને ગંભીર બીમારી 'ઓટો ઇમ્યુન ડિસઓર્ડર' થઇ હતી. જેના કારણે તે 30-40 મિનિટથી વધુ સમય સુધી પોતાના પગ પર ઊભી રહી શકતી ન હતી. સ્નેહાએ કહ્યું, 'મારી માંદગી દરમિયાન પણ હું ફિલ્મોનું શૂટિંગ કરતી રહી, જેના કારણે તે વધુ વધી ગઈ. થોડા સમય પછી હું એ કરી શકી ન હતી કે જે એક્ટ્રેસને ચલાવવાની, ડાન્સ કરવાની અને સતત શૂટ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી જ મારે છોડવું પડ્યું કારણ કે દરરોજ બીમાર રહેવાનો કોઈ અર્થ ન હતો.

    સંપૂર્ણ રીતે સાજા થવામાં તેને લગભગ 4 વર્ષનો સમય લાગ્યો

    તેણે કહ્યું કે તેણે દવાઓની સાથે પોતાને મજબૂત બનાવવાનું કામ કર્યું. તે હેલ્ધી ફૂડ ખાતી હતી અને જિમ, જોગિંગ અને સ્વિમિંગમાં સમય પસાર કરતી હતી. તેણે કહ્યું કે આ વર્કઆઉટે તેને ફરીથી શક્તિ આપી. આ બીમારીમાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં તેને લગભગ 4 વર્ષનો સમય લાગ્યો હતો.

    આ પણ વાંચોMiss Word 2021: આ દેશોની સુંદરીઓ સાથે થશે મનસા વારાણસીની ટક્કર

    સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

    સ્નેહા ભલે ફિલ્મોમાં બહુ એક્ટિવ ન હોય પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલ છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર સ્નેહા અવારનવાર પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    આગામી સમાચાર