Home /News /entertainment /

કેમ 'ધ કપિલ શર્મા શો'ના સેટ પરથી પાછા જતા રહ્યા સ્મૃતિ ઈરાની? કપિલે માંગી માફી, શું છે પુરી ઘટના?

કેમ 'ધ કપિલ શર્મા શો'ના સેટ પરથી પાછા જતા રહ્યા સ્મૃતિ ઈરાની? કપિલે માંગી માફી, શું છે પુરી ઘટના?

સ્મૃતિ ઈરાની ધ કપિલ શર્મા શો

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) ટૂંક સમયમાં દેશ અને દુનિયામાં એક નવા રૂપમાં જોવા મળશે. આ ભૂમિકા એક લેખક (Smriti Irani As Writer)ની છે.

  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) ટૂંક સમયમાં દેશ અને દુનિયામાં એક નવા રૂપમાં જોવા મળશે. આ ભૂમિકા એક લેખક (Smriti Irani As Writer)ની છે. હા… ઘણા વર્ષોની મહેનત પછી તેમણે પોતાનું પુસ્તક ( Smriti Irani new Book) પૂર્ણ કરવામાં સફળ થયા છે. પુસ્તકનું નામ છે, 'લાલ સલામ.' (Lal Salam) પોતાના પુસ્તકના પ્રમોશન માટે સ્મૃતિ ઈરાનીએ લોકપ્રિય ટીવી શો 'ધ કપિલ શર્મા શો' પસંદ કર્યો, પરંતુ જ્યારે તે આ શોમાં જોડાવા આવી ત્યારે એક દુર્ઘટના બની. એ દુર્ઘટના વિશે કહું તે પહેલાં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ દુર્ઘટના એ પણ સાબિત કરી રહી છે કે, સામાન્ય માણસની જેમ કોઈ પણ જાતની ઝાકમઝોળ વગર ફરતા કેન્દ્રીય પ્રધાન સામાન્ય લોકો સાથે કેટલી સરળતાથી ભળી જાય છે. કારણ કે તેઓ VIP મહેમાનોની જેમ આવતા નથી.

  'ધ કપિલ શર્મા શો'ના સેટ પરથી સ્મૃતિ ઈરાની કેમ પરત આવી?

  વાસ્તવમાં, સ્મૃતિ ઈરાની મુંબઈમાં 'ધ કપિલ શર્મા શો'ના સેટ પર ચોક્કસ પહોંચી હતી, પરંતુ ત્યાં ઉભેલા પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડે તેમને અંદર જવા દેવાની ના પાડી દીધી હતી. સ્મૃતિ ઈરાનીએ ગાર્ડને સમજાવવાની ઘણી કોશિશ કરી અને કહ્યું કે તે શોમાં ગેસ્ટ છે અને કેન્દ્રીય મંત્રી પણ છે. પરંતુ ગાર્ડ આ વાત માનવા તૈયાર ન હતો, તેણે કહ્યું કે, આવા મોટા નેતાઓ એકલા ફરતા નથી, તેમની સાથે સુરક્ષાકર્મીઓ અને પોલીસવાળા હોય છે. સામાન્ય મહિલાની જેમ શોમાં પહોંચેલી સ્મૃતિને ગાર્ડે અંદર આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

  સ્મૃતિ ઈરાની અડધો કલાક કપિલના સેટની બહાર ઉભા રહ્યા

  સ્મૃતિ ઈરાની પાસે આ શો માટે માત્ર એક કલાકનો સમય હતો અને તેમની આખી ટીમ કપિલ શર્માના સેટ પર અંદર પહોંચી ગઈ હતી. પરંતુ ગાર્ડ પોતાની વાત પર અડગ રહ્યો. નજીકના સૂત્રો મજાકમાં કહી રહ્યા છે કે, તેમણે વજન ખાસુ ઘટાડ્યું છે, કદાચ કોઈ કારણ હશે કે ગાર્ડ તેમને ઓળખી શક્યા નહીં. ગાર્ડે કહ્યું કે, જે પણ કપિલ શર્માને મળે છે તે પોતાને મોટા કહે છે. સ્મૃતિ ઈરાની લગભગ અડધો કલાક બહાર રહી અને અંતે દિલ્હી પરત આવવાનું હોવાથી એરપોર્ટ જવા રવાના થઈ ગયા.

  કપિલે સ્મૃતિ ઈરાનીની માફી માંગી

  તો, જ્યારે શોના હોસ્ટ અને પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે ગાર્ડને ખુબ ઠપકો આપ્યો, પરંતુ ગાર્ડ વારંવાર કહેતો રહ્યો કે, મંત્રી સુરક્ષા દળો વિના એકલા ક્યાં આવે છે. જોકે, કપિલ શર્માએ સ્મૃતિ ઈરાનીને સમગ્ર પરિસ્થિતિ જણાવીને માફી માંગી છે. આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું કે, સ્મૃતિ ઈરાની બાકીના નેતાઓ કરતાં થોડી અલગ છે.

  તેઓ સુરક્ષા દળો સાથે ક્યારેય ચાલતી નથી

  પોતાની ટીવી સિરિયલથી દેશભરમાં આદર્શ પુત્રવધૂ તરીકે લોકપ્રિય બનેલી સ્મૃતિ ઈરાનીએ અમેઠીની દીદીનું પાત્ર પણ એવી રીતે ભજવ્યું છે કે, તે અમેઠીની દીદી તરીકે લોકપ્રિય બની છે. તમને જણાવી દઈએ કે સ્મૃતિ ક્યારેય સુરક્ષા વર્તુળમાં નથી ચાલતી અને તેની સાથે પોલીસનો એક પીએસઓ પણ નથી. તેથી જ PM મોદીએ VIP કલ્ચરને દૂર કરવા માટે લાલ બત્તી પ્રણાલી હટાવી હતી, તો તેઓ તેને યાદ રાખીને અનુસરી રહ્યા છે.

  દરેક રોલમાં સુપરહિટ સાબિત થયા

  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આ દિવસોમાં નવા અવતારમાં જોવા મળી રહી છે. જો કે દેશની પુત્રવધૂ, જે ટીવી પર ઘરે-ઘરે પહોંચી, એક કુશળ વક્તા અને નેતા તરીકે ઉભરી, પછી તેના સંસદીય ક્ષેત્રમાં દીદી બની, અત્યાર સુધી તેમણે તેના તમામ પાત્રો શ્રેષ્ઠ રીતે ભજવ્યા છે. આ ભૂમિકાઓમાં તે સુપરહિટ પણ સાબિત થઈ છે.

  આ પણ વાંચોBollywood: પિતા સલીમ ખાનના બીજા લગ્નથી ભડકી ગયો હતો સલમાન ખાન, આવું હતું તેનું રિએક્શન

  'લાલ સલામ' બ્લોક બસ્ટર સાબિત થશે

  સ્મૃતિ ઈરાનીના પુસ્તકની વાત કરીએ તો આ પુસ્તક સત્ય ઘટનાઓ પર આધારિત છે અને પુસ્તક રિલીઝ થાય તે પહેલા જ તેની ફિલ્મ બનાવવાના રાઈટ્સ પણ વેચાઈ ગયા છે. રિલીઝ પહેલા જ લાગે છે કે, 'લાલ સલામ' બ્લોક બસ્ટર સાબિત થશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Kapil Sharma, Kapil sharma show, Smruti Irani

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन