Home /News /entertainment /સ્મૃતિ ઇરાનીની દીકરીનું ગ્રાન્ડ રિસેપ્શન: આખરે 23 વર્ષ પછી તુલસી-મિહીરને જોઇને લોકો થયા ખુશ..જાણો રસપ્રદ કારણ?
સ્મૃતિ ઇરાનીની દીકરીનું ગ્રાન્ડ રિસેપ્શન: આખરે 23 વર્ષ પછી તુલસી-મિહીરને જોઇને લોકો થયા ખુશ..જાણો રસપ્રદ કારણ?
અનેક સેલેબ્સે હાજરી આપી હતી.
Smriti Irani daughter Reception: સ્મૃતિ ઇરાનીની દીકરીનું ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રિસેપ્શનમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. જો કે 23 વર્ષ પછી તુલસી-મિહીરને સાથે જોઇને લોકોને ખૂબ ગમ્યુ હતુ.
મુંબઇ: કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ટીવી સ્ટાર સ્મૃતિ ઇરાનીની મોટી દીકરી શેનેલ ઇરાની અને અર્જૂન ભલ્લાએ 9 ફેબ્રુઆરી 2023નાં રોજ લગ્ન કર્યા. આ સાથે કપલનું 17 ફેબ્રુઆરીના રોજ રિસેપ્શન હોસ્ટ કરવામાં આવ્યુ હતુ. આ રિસેપ્શનમાં અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. જો કે આ રિસેપ્શનની અનેક તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે. જો કે આ એક ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ડ રિસેપ્શનમાં શાહરુખ ખાન, મૌની રોય એના પતિ સૂરજ સાથે જોવા મળી હતી. આ સિવાય રોનિત રોય પણ પત્ની સાથે પાર્ટીમાં જોવા મળ્યા. આ ફોટાને જોઇને દર્શકો ખુશ-ખુશ થઇ ગયા હતા, કારણકે 23 વર્ષ પછી ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી..ના પતિ-પત્ની સાથે જોવા મળ્યા હતા.
તમને જણાવી દઇએ કે એકતા કપૂરે એક ટીવી સિરીયલ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી..વર્ષ 2000માં શરૂ કરી હતી અને 8 વર્ષ પછી 7 નવેમ્બર 2008નાં રોજ આ સિરીયલ પૂરી થઇ હતી. આ સિરીયલમાં રોનિત રોયે મિહીર વિરાનીની ભૂમિકા ભજવી હતી, જ્યારે સ્મૃતિ ઇરાનીએ તુલસી વિરાનીની રોલ પ્લે કર્યો હતો. જો કે આ જોડી દર્શકોને ખૂબ જ પ્રિય હતી.
આ ગ્રાન્ડ રિસેપ્શનની અનેક તસવીરો પણ વાયરલ થઇ છે, જે જોતાની સાથે વાહ બોલવાનું મન થઇ જાય એવી સુપોપ છે. આમ વાત કરવામાં આવે તો મૌની રોય એક તસવીર શેર કરતા લખ્યુ છે કે..શેનેલ ઔર અર્જૂન કો બધાઇ..તમને બન્નેની આગળની જર્ની માટે ખૂબ બધી શુભકામનાઓ. ફેન્સ આ ફોટો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ ન્યૂ મેરિડ કપલને શુભેચ્છાઓ લોકો પાઠવી રહ્યા છે. શેનેલ ઇરાનીએ 9 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા. કપલ જોધપૂર સ્થિત નાગૌર જિલ્લાના ખિમસર કિલ્લામાં લગ્નના બંધનમાં બંધાયા હતા. અર્જૂન ભલ્લા કેનેડામાં રહે છે. જો કે આ ન્યૂ મેરિડ કપલ દેખાવમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. સ્મૃતિ ઇરાનીની દીકરીનો પણ સ્માર્ટ લુક છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર