Home /News /entertainment /અમિતાભ બચ્ચન સાથે આ એક સીન કર્યા બાદ આખી રાત રડતી રહી સ્મિતા પાટિલ, આવી થઇ ગઇ હતી એક્ટ્રેસની હાલત

અમિતાભ બચ્ચન સાથે આ એક સીન કર્યા બાદ આખી રાત રડતી રહી સ્મિતા પાટિલ, આવી થઇ ગઇ હતી એક્ટ્રેસની હાલત

આ કિસ્સો ફિલ્મ નમક હલાલના ગીત 'આજ રપટ જાયેં' સાથે જોડાયેલો છે

Smita Patil Movies: સ્મિતા પાટીલ (Smita Patil) 80ના દાયકાની સૌથી ઉમદા, ફેમસ અને સફળ એક્ટ્રેસ હતી. તેની પાસે ઢગલાબંધ ફિલ્મો હતી અને તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ, બહુ ઓછા સમયમાં તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. સ્મિતા પાટીલનું માત્ર 31 વર્ષની વયે અવસાન થયું હતું.

વધુ જુઓ ...
મુંબઈઃ સ્મિતા પાટિલ (Smita Patil Movies) 80ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી. તેની ફિલ્મી કરિયર ખૂબ જ ટૂંકી હતી, પરંતુ શાનદાર હતી. તેણે 'અર્થ', 'બાઝાર' અને 'આક્રોશ' જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. આ દરમિયાન, તેણે રાજ બબ્બર (Smita Patil Raj Babbar Marriage) સાથે લગ્ન કર્યા અને પ્રથમ બાળક પ્રતીકની માતા બની. ત્યારથી તેની તબિયત બગડવા લાગી અને 31 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.

આજે અમે તમને સ્મિતા પાટીલ સાથે જોડાયેલા આવા જ એક કિસ્સા વિશે જણાવીશું, જે 1982માં અમિતાભ બચ્ચન સાથે આવેલી ફિલ્મ 'નમક હલાલ' સાથે જોડાયેલો છે.

આ પણ વાંચો:  'એમએસ ધોની'ની બહેને બોયફ્રેન્ડ સાથે કરી લીધી સગાઇ! જોતા રહી જશો લાગે છે એવી ખૂબસૂરત

આ કિસ્સો ફિલ્મ નમક હલાલના ગીત 'આજ રપટ જાયેં' સાથે જોડાયેલો છે, જેમાં તેની અને અમિતાભ બચ્ચનની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ, તમે કદાચ જ જાણતા હશો કે ગીતના શૂટિંગ પછી સ્મિતા પાટીલ ખૂબ રડી હતી. જી હા, 'આજ રપટ જાયેં'નું શૂટિંગ પૂરું થયા બાદ જ્યારે સ્મિતા પાટીલ તેના ઘરે પહોંચી ત્યારે તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. આનું કારણ શું હતું, ચાલો તમને જણાવીએ.

રોમેન્ટિક સીનને લઇને કમ્ફર્ટેબલ ન હતી સ્મિતા પાટીલ


હકીકતમાં આ ગીતમાં અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટિલ પર ઘણા રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવ્યા હતા. બંનેએ વરસાદમાં ભીંજાતા ઘણા સેન્સેશનલ સીન આપવાના હતા અને સ્મિતા આ સીન માટે કમ્ફર્ટેબલ નહોતી. સ્મિતા જેમ તેમ કરીને ગીત શૂટ કરવામાં સફળ રહી, પરંતુ શૂટ પત્યા પછી તે ઘરે આવી અને આખી રાત માતાના ખોળામાં માથુ મુકીને રડતી રહી. સ્મિતાને અમિતાભ બચ્ચન સાથે રોમેન્ટિક સીન કરવાનો એટલો અફસોસ થયો કે તે સતત રડતી રહી.



આ પણ વાંચો:  Armaan Malik: બબ્બે પત્નીઓ વાળા યુટ્યુબર અરમાન પર ભડક્યો સિંગર અરમાન મલિક, એક જેવા નામ પર મચ્યો હોબાળો

અમિતાભ બચ્ચને સમજાવ્યા પછી થઇ સહજ


આ પછી તે ઘણા દિવસો સુધી ગુમ રહેવા લાગી. પરંતુ, અમિતાભ બચ્ચનને આ વાતની જાણ થતાં જ તેણે એક્ટ્રેસને સમજાવ્યું કે તે ચિંતા ન કરે કારણ કે આ ગીત અને સ્ક્રિપ્ટની ડિમાંડ હતી. જ્યારે અમિતાભે સ્મિતાને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું ત્યારે એક્ટ્રેસને તેની વાત સમજાઈ ગઈ અને તેણે ગીતનું શૂટિંગ સારી રીતે પૂરું કર્યું. આ પછી સ્મિતા અને અમિતાભ વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ.
First published:

Tags: Aamitabh Bachchan, Bollywood actress, Bollywood Latest News, Smita Patil

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો