Home /News /entertainment /

Smart Jodi Cast Fee : સ્માર્ટ જોડી શો માં અંકિતા લોખંડે-વિકી જૈન કરતાં પણ વધુ ફી વસૂલી રહ્યું આ કપલ - જાણો કોણ છે?

Smart Jodi Cast Fee : સ્માર્ટ જોડી શો માં અંકિતા લોખંડે-વિકી જૈન કરતાં પણ વધુ ફી વસૂલી રહ્યું આ કપલ - જાણો કોણ છે?

અંકિતા લોખંડે અને વિક્કી જૈન

ટીવી શો સ્માર્ટ જોડી (Smart Jodi) માં અંકિતા લોખંડે (Ankita lokhande) અને વિક્કી જૈન (vicky jain) સહિત બીજા સેલેબ્સ કપલ્સ પણ ભાગ લઈ રહ્યા છે, પરંતુ અંકિતા અને વિક્કી કરતા પણ આ કપલ્સની ફી વધારે છે, તો જોઈએ કયા કપલ્સને મળી રહી સૌથી વધારે ફી

વધુ જુઓ ...
    ટીવી અને ફિલ્મ જગતના સેલેબ્સ (TV Celebs) 'સ્માર્ટ જોડી' (Smart Jodi) શોના સ્ટેજ પર તેમના પાર્ટનર્સ સાથે જોવા મળશે. આ શો આજથી 26 ફેબ્રુઆરીથી સ્ટાર પ્લસ (Star plus) પર બતાવવામાં આવશે. શોમાં તેમના ફેવરિટ કપલને જોવા માટે ચાહકો આતુર છે. જો કે, દર્શકો એ પણ જાણવા માંગે છે કે શોમાં જોડાનાર કઈ જોડીએ નિર્માતાઓ પાસેથી સૌથી વધુ ફી વસૂલ કરી છે.

    આ શોમાં અંકિતા લોખંડે (Ankita lokhande) અને વિકી જૈને (vicky jain) પણ ભાગ લીધો છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, આ કપલે શોમાં આવવા માટે સૌથી વધુ ફી લીધી હતી. જો કે, બોલિવૂડ લાઈફના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાગ્યશ્રી અને હિમાલય દાસાની (bhagyashree and himalaya dasani) એ શોમાં સામેલ થવા માટે સૌથી વધુ ફી વસૂલ કરી છે.




    ભાગ્યશ્રીના પતિ હિમાલય દાસાની ખૂબ જ મનોરંજક છે

    તમને જાણીને નવાઈ લાગશે કે ભાગ્યશ્રી (bhagyashree)-હિમાલય (himalaya dasani) દરેક એપિસોડ માટે 10 લાખ રૂપિયા ફી લે છે. ભાગ્યશ્રીએ ઘણા સમય પહેલા પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી હતી, પરંતુ તે આજે પણ લોકોના દિલમાં વસે છે. ભાગ્યશ્રીના પતિએ પોતાની ફની પર્સનાલિટીથી શો મેકર્સ અને દર્શકોને ચોંકાવી દીધા છે. આ શોના પ્રોમો વીડિયો પરથી પણ સ્પષ્ટ થાય છે.








    View this post on Instagram






    A post shared by StarPlus (@starplus)






    શોની ટીમને હિમાલયની પર્સનાલિટી ખૂબ જ પસંદ આવી રહી છે. તેમની હાજરી વાતાવરણને એકદમ ઠંડુ રાખે છે. એવી ચર્ચા છે કે તેઓ પોતાની વાતો અને હરકતોથી લોકોને હસાવતા અને ગલીપચી કરતા રહે છે. શોના બીજા સૌથી મોંઘા કપલ વિશે વાત કરીએ તો તે છે અંકિતા લોખંડે અને વિકી જૈન (Ankita lokhande vicky jain).

    આ પણ વાંચોVIDEO: કરીના કપૂર ખાનના વોર્ડરોબમાં છે મોંઘી-મોંઘી બેગ અને શૂઝ, તમે પણ જોઈલો એક ઝલક

    'સ્માર્ટ જોડી' શોમાં જોવા મળશે અનેક કપલ

    અંકિતા-વિકી દરેક એપિસોડ માટે 7 લાખ રૂપિયા ફી લે છે. તેઓ પહેલીવાર એક ટીવી શોમાં કપલ તરીકે જોવા મળશે. આ સિવાય આ શોમાં મોનાલિસા અને વિક્રાંત સિંહ, અર્જુન બિજલાની અને નેહા સ્વામી, નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા સહિત ઘણા કપલ્સ ભાગ લઈ રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ankita Lokhande, Bollywood Latest News, Bollywood News in Gujarati, Tv serial, Tv show, Vicky Jain

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन