લગ્ન પહેલાં મા બનવાની છે 'સ્લમડોગ..'ની હિરોઇન FREIDA PINTO, શેર કરી BABY BUMPની તસવીરો

લગ્ન પહેલાં ફ્રેડા બનશે મા

'સલ્મડોગ મિલેનિયર' ફેઇમ એક્ટ્રેસ ફ્રેડા પિન્ટોનાં ચાહકો માટે તેણે ખુશખબરી શેર કરી છે. ફ્રેડા જલ્દી જ તેનાં પહેલાં બાળકને જન્મ આપવાંની છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુપરહિટ ફિલ્મ 'સ્લમડોગ મિલેનિયર' (Slumdog Millionaire)થી પહેલી વખત ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો (Freida Pinto)નાં ચાહકોની લિસ્ટ મોટી છે અને તેણે તેનાં ચાહકો માટે એક નહીં પણ બે બે ગૂડ ન્યૂઝ શેર કરી છે. સૌથી પહેલાં તો તેનાં ઘરે નાનકડું મહેમાન આવવાંનું છે. તેની ખબર આપતાં ફ્રીડાએ તેનાં મંગેતર કોરી ટ્રાન (Cory Tran)ની સાથે તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરી છે.

  આ તસવીરોમાં ફ્રીડા બ્લેક કલરની ફ્લોરલ પ્રિન્ટવાળા ડ્રેસમાં નજર આવી છે. આ તસવીરોમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ જોઇ શકાય છે. એક્ટ્રેસએ આ તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'જલ્દી જ બેબી ટ્રાન આવવાનું છે.' આ બાદ તેણે દિલવાળી ઇમોજી બનાવી છે. જીવનનાં આ સૌથી હસીન સફર પર છે ફ્રીડા ત્યારે સૌ કોઇ તેને શુભકામનાઓ આપી રહ્યાં છે
  View this post on Instagram


  A post shared by Freida Pinto (@freidapinto)


  ફક્ત સામાન્ય લોકો કે ફેન્સ જ નહીં પણ સેલિબ્રિટીઝ પણ ફ્રીડા અને કોરીને વધામણાં આપી રહ્યાં છે. બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે આ તસવીરો પર કમેન્ટ્સ કરતાં લખ્યું છે કે, 'હું ખરેખરમાં બુમો પાડી રહી છુ અને ખુશ છું..'

  વર્ષ 2019માં ફ્રીડા અને કોરીએ કરી હતી સગાઇ. જે બાદથી તેનાં ફેન્સ તેને દુલ્હનનાં રૂપમાં જોવાં આતુર છે. જોકે, હવે આ ગૂડ ન્યૂઝથી સૌ કોઇ ફ્રીડા માટે ખુશ છે.

  ફ્રીડાની પહેલી ફિલ્મને મળ્યા હતાં 8 ઓસ્કર-ફ્રીડાની પહેલી ફિલ્મ હતી સ્લમડોગ મિલેનિયર જે વર્ષ 2008માં રિલીઝ થઇ હતી. આ તેની ડેબ્યૂ ફિલ્મ હતી જેને 8 ઓસ્કર એવોર્ડ્સ મળ્યા હતાં

  ખુબ ઓછા લોકો જાણે છે કે, ફ્રીડાની માએ તેને મોડલિંગ શરૂ કરવાની સલાહ આપી હતી તેને અભિનયની દુનિયામાં જરાં પણ રસ ન હતો. આજે ફ્રીડા હોલિવૂડમાં ધમાલ મચાવી રહી છે.
  Published by:Margi Pandya
  First published: