Home /News /entertainment /કોણ છે શિવાજી ગણેશન, જેનાં પર ગૂગલે બનાવ્યું ડૂડલ, જાણો તેમની અજાણી વાતો

કોણ છે શિવાજી ગણેશન, જેનાં પર ગૂગલે બનાવ્યું ડૂડલ, જાણો તેમની અજાણી વાતો

દિગ્ગજ અભિનેતા શિવાજી ગણેશનની આજે 93મી જન્મ જયંતી

Sivaji Ganesan Birth Anniversary: લગભગ પાંચ દાયકાની ફિલ્મી કારકિર્દીમાં, શિવાજી ગણેશન (South Super Star Sivaji Ganesan) તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિત વિવિધ ભાષાઓમાં લગભગ 300 ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 1 ઓક્ટોબર, 1928 ના રોજ વી. ચિન્નૈયા મનારાયાર ગણેશમૂર્તિ તરીકે જન્મેલા, શિવાજી ગણેશન (Sivaji Ganesan) 20 મી સદીની શરૂઆતમાં તમિલ ફિલ્મ ઉદ્યોગના સૌથી સફળ એક્ટર્સમાંથી એક હતા. 1952 માં રિલીઝ થયેલી 'પારસક્તિ' સાથે તમિલ ફિલ્મોથી તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગણેશને ઘણા ઓન-સ્ટેજ નાટકોમાં પણ કામ કર્યું હતું. તેમણે 10 વર્ષની ઉંમરે સ્ટેજ પર કામ કરવાનું શરૂ કર્યું જ્યારે તેઓ સંગિલિયાંદપુરમમાં નાટક મંડળમાં જોડાયા.

  આજે ગૂગલે ડૂડલ (Google Doodle On Sivaji Ganesan)બનાવી આ દિગ્ગજ અભિનેતા શિવાજી ગણેશનનાં જન્મ દિવસની ઉજવણી કરી છે. આજે તેમની 93 મી જન્મજયંતિ છે  લગભગ પાંચ દાયકાની ફિલ્મી કારકિર્દીમાં, ગણેશન તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિત વિવિધ ભાષાઓમાં લગભગ 300 ફિલ્મોમાં જોવા મળ્યા હતા. ગણેશન છેલ્લે 1999 માં રિલીઝ થયેલી 'પુપરિકા વરુગીરોમ'માં કામ કરતાં સમયે 21 જુલાઈ, 2001 ના રોજ મૃત્યુ પામ્યા હતાં. આ ફિલ્મમાં તેઓ લિડ એક્ટર ન હતાં. તેઓ સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા.

  આ પણ વાંચો- રાખી સાવંતે સેક્સી ફોટોઝ શેર કરી લખ્યું- ‘મારા વિદેશી મિત્રો અને હોલિવુડ સ્ટાર્સ સાથે’

  આજે તેમની 93 મી (Sivaji Ganeshan Birth Anniversary) જન્મજયંતિ પર, અમે તેમની યાત્રા પર એક નજર કરીએ અને 'ભારતીય સિનેમાના માર્લોન બ્રાન્ડો' વિશેના કેટલાક ઓછા જાણીતા તથ્યોની યાદી આપીએ:

  -શિવાજી કાંડા હિન્દુ રાજ્યમ નાટકમાં છત્રપતિ શિવાજીના પાત્ર બાદ ગણેશને 'શિવાજી' નામ મેળવ્યું. સમાજ સુધારક ઈવી રામાસામીએ તેમને આ નામ આપ્યું.
  -ગણેશન ભરતનાટ્યમ, કથક અને મણિપુરી જેવા ઘણા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોમાં પ્રશિક્ષિત નૃત્યાંગના હતા.

  આ પણ વાંચો-કેટરિના કૈફની હમશક્લ એલીના રાય સોશિયલ મીડિયા પર છવાઇ, જુઓ તેનાં PHOTOS

  -1962 માં ભારતના સાંસ્કૃતિક રાજદૂત તરીકે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેનાર ગણેશન પ્રથમ ભારતીય કલાકાર હતા. તે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીના આમંત્રણ પર ત્યાં ગયા હતા.
  -ગણેશન તેમની શાર્પ મેમરી માટે જાણીતા હતા - મેમરીમાં છબીઓ, અવાજો અથવા ઓબ્જેક્ટ્સને યાદ કરવાની ક્ષમતા હતી. આનાથી તેમને એક નજરમાં સ્ક્રિપ્ટ યાદ રહી જતી

  આ પણ વાચો-ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાઇ દાખલ

  આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 'શ્રેષ્ઠ અભિનેતા' એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય અભિનેતા હતા. તેમણે 1959 માં તમિલ ફિલ્મ 'વીરાપંડિયા કટ્ટાબોમ્મન'માં તેમના પાત્ર માટે 1960 માં કૈરો, ઇજિપ્તમાં યોજાયેલા આફ્રો-એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો.

  આ પણ વાંચો-Karan Mehra: એક્ટરને ઘરેલૂ હિંસા મામલે મળ્યા આગોતરાં જામીન, પત્ની નિશાએ કર્યો હતો કેસ

  ગણેશન શરૂઆતના દિવસોથી રાજકારણમાં સક્રિય હતા. ઘણા રાજકીય સંગઠનો સાથે જોડાયેલા રહ્યા પછી, ગણેશને છેલ્લે વર્ષ 1988 માં પોતાની રાજકીય પાર્ટી થમીઝગા મુનેત્ર મુન્નાનીની સ્થાપના કરી. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીએ 50 બેઠકો પર ચૂંટણી લડી, જોકે, તે વધારે સફળતા મેળવી શકી નહીં. 1989 માં, ગણેશન ભૂતપૂર્વ વીપી સિંહની જનતા દળની તમિલનાડુ વિંગના પ્રમુખ બન્યા. ફિલ્મોમાં તેની સફળ કારકિર્દીથી વિપરીત, ગણેશનનો રાજકારણમાં ભૂલી શકાય એવો કાર્યકાળ હતો

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Entertainment news, Google doodle, Sivaji Ganesan, Trending news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन