કરીના કપૂરે તોડ્યું મૌન, સીતાના રોલ માટે 12 કરોડ માંગવા પર કરવામાં આવી હતી ટ્રોલ

અભિનેત્રી કરીના કપૂરની ફાઈલ તસવીર

Kareena kapoor on sita mata role: રીના કપૂરની સીતાનો રોલ પ્લે કરવા માટે 8 કરોડ રૂપિયાથી પોતાની ફી વધારીને 12 કરોડ રૂપિયા કરી હતી. આ ઉપરાંત રિપોર્ટમાં એ પણ જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગમાં આશરે 8થી 10 મહિનાનો સમય આપવાનો હશે.

 • Share this:
  મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર (Bollywood actress kareena kapoor) રામાયણ (Ramayana) ઉપર બનનારી ફિલ્મ સીતા (sita mata role) માતાના રોલને લઈને ખુબ જ સમાચારમાં રહી છે. ફિલ્મ (Filmy news) માટે કરીનાએ જ્યારે 12 કરોડ રૂપિયા ફી માંગી હતી. ત્યારે પણ ખુબ ચર્ચા થઈ હતી. સોશિયલ મીડિયા (social media) ઉપર તેમને ખુબ જ ટ્રોલ કરવામાં આવી છે પરંતુ કરીના ચુપ રહી હતી. લાંબા સમય બાદ કરીનાએ આ મુદ્દે પોતાની ચુપ્પી તોડી છે.

  તાજેતરમાં એનડીટીવી સાથેના એક ઈન્ટરવ્યૂ દરમિયાન કરીના કપૂરને પૂછવામાં આવ્યું હતું કે તમે સીતાનો રોલ પ્લે કરવા માટે 12 કરોડ રૂપિયા માંગી રહી હતી. અને અનેક એક્ટ્રેસ તમારા સપોર્ટમાં સામે આવી છે. પરંતુ મને લાગે છે કે આ ફેક ન્યૂઝ છે તો કરીનાએ તેના જવાબમાં માત્ર હા.. હા.. કરતા પોતાનું માથું હલાવ્યું હતું. હવે કરીનાના આ રિએક્શનમાં કોઈ અંદાજ લગાવવો મુશ્કેલ છે.

  ઉલ્લેખનીય છે કે જ્યારે કરીના કપૂરને આ મામલે સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ કરવામાં આવી ત્યારે ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ પૂજા હેગડે, તાપસી પન્નુ અને પ્રિયામણીએ કરીનાને સપોર્ટ કર્યો હતો. બોલિવૂડ હંગામા સાથે વાત કરતા કહ્યું કે મહિલાઓ જો વધારે ફીસ માંગે તો તેને ક્રિટિસાઈઝ કરવામાં આવે છે. અને પુરુષ આવું કરે તો તેને સફળતા સાથે જોડવામાં આવે છે.

  તમને મહિલાઓની સેલેરી હાઈક ઉપર સમસ્યા અંગે હંમેશા વાંચ્યું હશે. પરંતુ કેમ નહીં. તેઓ દેશની મોટી સુપર હીટ સ્ટાર પૈકી એક છે. જો વધારે ફી માંગે તો ખોટું શું છે. જો કોએ મેઈલ એક્ટર આવી ફિલ્મમાં કામ કરે તો તમે ફી અંગે શું વિચારો છો. જ્યારે ફેમિલી મેન ફેમ એક્ટ્રેસ પ્રિયામણિએ કહ્યું હતું કે કરીના જે માંગી રહી છે એ તેના માટે હકદાર છે.

  આ પણ વાંચોઃ-Bigg Boss OTT: નેહા ભસીન અને દિવ્યા અગ્રવાલની લડાઈમાં કુદી બોયયફ્રેન્ડ વરુણ સૂદની બહેન

  આ પણ વાંચોઃ-શાહરુખ ખાનની લાડકી દિકરી કરશે બોલીવુડમાં ડેબ્યૂ, આ ડાયરેક્ટર કરશે લોન્ચ

  સમાચારની માનીએ તો કરીના કપૂરની સીતાનો રોલ પ્લે કરવા માટે 8 કરોડ રૂપિયાથી પોતાની ફી વધારીને 12 કરોડ રૂપિયા કરી હતી. આ ઉપરાંત રિપોર્ટમાં એ પણ જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગમાં આશરે 8થી 10 મહિનાનો સમય આપવાનો હશે. તેમના પતિ સૌફ અલી ખાન આદિપુરુષ ફિલ્મમાં લંકેશનો રોલ પ્લે કરી રહ્યા છે.
  Published by:ankit patel
  First published: