બહેને કર્યો ખુલાસો, કેટલાં છોકરાને ડેટ કરી ચૂકી છે કૃતિ સેનન

News18 Gujarati
Updated: September 6, 2019, 6:07 PM IST
બહેને કર્યો ખુલાસો, કેટલાં છોકરાને ડેટ કરી ચૂકી છે કૃતિ સેનન

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: કૃતિ સેનન અને તેની બહેન નૂપુર સેનન બંને બહેનોએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂં આપ્યો હતો જેમાં તેણે કૃતિ અત્યાર સુધી કેટલાં યુવકોને ડેટ કરી ચૂકી છે તેનો ખુલાસો કર્યો હતો. નૂપુરે કૃતિની પર્સનલ લાઇફ અને રિલેશનશિપ અંગે દિલ ખોલીને વાત કરી હતી. અને એવી ઘણી વાતો કરી જેનાં વિશે કોઇ નહીં જાણતું હોય

ડેટિંગનાં પ્રશ્ન પર નૂપુરે કહ્યું કે, 'કૃતિ અત્યાર સુધી બે યુવકોને ડેટ કરી ચૂકી છે. તેની સૌથી લાંબી રિલેશનશિપ દોઢ વર્ષ સુધી ચાલી હતી.' તો આ વાત પર જ કૃતિએ જણાવ્યું કે, તે પોતે ઘણી જ રૉમેન્ટિક છે તેને લવલેટર્સ ખુબ પસંદ છે. પણ તેનો અર્થ એ નથી કે 70-80નાં દાયકામાં જેવા પત્રો લખાતા હતાં તેવાં તેને પસંદ છે.

કૃતિને કેવાં છોકરા પસંદ છે તેવો પ્રશ્ન પુછવામાં આવ્યો. જેનાં જવાબમાં કૃતિએ કહ્યું કે, 'મને વફાદાર રહે તેવાં પુરૂષ પસંદ છે. અને આજકાલનાં સમયમાં આવા પુરૂષો મળવા ઓછા છે. તે કહેવું દુ:ખદ છે કે આજની જનરેશનમાં વફાદારી જોવા મળતી નથી. '

એક્સ બોયફ્રેન્ડ સાથે કેવી મિત્રતા છે તે પ્રશ્નનાં જવાબમાં કૃતિએ કહ્યું કે, 'હું ક્યારેય મારા એક્સ બૉયફ્રેન્ડની મિત્ર નથી રહીં. જોકે આ એ વાત પર પણ નિર્ભર કરે છે કે તમારું બ્રેકઅપ કઇ રીતે થયું છે. જો બ્રેકઅપ બંનેની સહમતીથી થયું છે તો તમે દોસ્ત રહી શકો છો. '

તને કેવો યુવક પસંદ છે તે સવાલ પુછતા કૃતિએ કહ્યું હતું કે, 'મારું કોઇ ચેકલિસ્ટ નથી. હું કેમેસ્ટ્રી પર વધુ ધ્યાન આપું છું ' કૃતિની વાત વચ્ચેથી કાપતાં તેની બહેને કહ્યું કે, 'કૃતિએ યુવકનું અપ્રુવલ તો લેવું પડશે ને..' જેનાં પર કૃતિએ કહ્યું કે, 'મને નથી લાગતું કે તેનાંથી કોઇ ફરક પડે છે. હું એવું નહીં કરું કે પહેલાં 10 લોકોને પુછવા જવું પછી નિર્ણય કરું કે મારે આ વ્યક્તિ સાથે રહેવું કે નહીં. '

ઉલ્લેખનીય છે કે નૂપુર જલદી બૉલિવૂડમાં એન્ટ્રી કરવાની છે. નૂપુરમાં એક્ટિંગને લઇને ઝનૂન છે, તો તેને સિંગિંગનો શોખ પણ છે.
First published: September 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...