મુંબઈ : કોરોના વાયરસ (Coronavirus)ના કહેરથી સામાન્ય જ નહીં પરંતુ જાણીતી હસ્તીઓ પણ પરેશાન છે. લાંબા સમય સુધી હૉસ્પિટલમાં રહ્યા બાદ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ઘરે પરત ફર્યાં છે. હવે જાણીતા ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ (S. P. Balasubrahmanyam) કોરોના પોઝિટિવ થયા છે. 74 વર્ષીય ગાયક એસપી બાલાસુબ્રમણ્યમે પોતાના અધિકારિક ફેસબુક પેજ પર વીડિયો પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઠંડી અને તાવ ઉપરાંત થોડા દિવસથી છાતી ભારે લાગી રહી હતી. જે બાદમાં તેમણે કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
લોકપ્રીય ગાયક એસપી બાલાસુબ્રમણ્યમે (S. P. Balasubrahmanyam) જણાવ્યું કે, ડોક્ટર્સે તેમને ઘરે જ ક્વૉરન્ટીન રહેવાનું અને દવા લેવાનું કહ્યું હતું. પરંતુ ઘરના લોકો ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા છે.
ગાયકે જણાવ્યું કે હાલ તેમની તબીયત સારી છે. તાવ ઓછો થયો છે પરંતુ શરદી અને કફ હજી છે. આ સાથે જ ગાયકે આશા વ્યક્ત કરી હતી કે થોડા દિવસમાં આ લક્ષણો પણ જતા રહેશે. તેમણે કહ્યું કે સારા ડૉક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે.
એસપી બાલાસુબ્રમણ્યમને પોતાના મિત્રોને વિનંતી કરી છે કે તેઓ તેમને ફોન કૉલ ન કરે, તેમની તબિયત સારી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે તેઓ બહુ ઝડપથી હૉસ્પિટલમાંથી ઘરે જશે.
નોંધનીય છે કે આ પહેલા બાહુબલી ફિલ્મના દિગ્દર્શક રાજમૌલી અને તેજાને પણ કોરોના થયો હતો. બંને હૉમ ક્વૉરન્ટીન છે.
Published by:Vinod Zankhaliya
First published:August 05, 2020, 16:03 pm