Home /News /entertainment /VIDEO: ગાયક સોનુ નિગમ પર મુંબઈમાં હુમલો, ધારાસભ્યના દીકરાએ કરી કલાકાર સાથે દબંગાઈ

VIDEO: ગાયક સોનુ નિગમ પર મુંબઈમાં હુમલો, ધારાસભ્યના દીકરાએ કરી કલાકાર સાથે દબંગાઈ

singer sonu nigam (ANI)

ધારાસભ્યના દીકરાએ પહેલા સોનૂના મેનેજર સાયરા સાથે ગેરવર્તન કર્યું અને બાદમાં જ્યારે સોનૂ નિગમ સ્ટેજથી નીચે આવી રહ્યો હતો, તો ધારાસભ્યના દીકરાએ સોનૂ નિગમના બોડીગાર્ડને ધક્કો માર્યો અને બાદમાં સાનૂને ધક્કો માર્યો હતો.

મુંબઈ: બોલિવૂડના ખ્યાતનામ સિંગર સોનુ નિગમ પર એક ઈવેન્ટ દરમિયાન હુમલો થયો હતો. જે શખ્સે સોનૂ નિગમ પર હુમલો કર્યો હતો, તે કોઈ અન્ય નહીં પણ ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યનો દીકરો હતો. ધારાસભ્યો પ્રકાશ ફટેરપેકરને ચેમ્બૂર વિસ્તારમાં ફેસ્ટીવલમાં ફિનાલેમાં એક ઈવેન્ટનું આયોજન કરાવ્યું હતું. આ ઈવેન્ટમાં સોનુ નિગમ ગાઈ રહ્યો હતો. આરોપ છે કે, ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકરની દીકરીએ જ તેની સાથે ધક્કામુક્કી કરી હતી.



ધારાસભ્યના દીકરાએ પહેલા સોનૂના મેનેજર સાયરા સાથે ગેરવર્તન કર્યું અને બાદમાં જ્યારે સોનૂ નિગમ સ્ટેજથી નીચે આવી રહ્યો હતો, તો ધારાસભ્યના દીકરાએ સોનૂ નિગમના બોડીગાર્ડને ધક્કો માર્યો અને બાદમાં સાનૂને ધક્કો માર્યો હતો. આ ધક્કા મુક્કીમાં સોનૂ નિગમના ઉસ્તાદના દીકરા રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયો અને તેણે ઈજા થઈ. તો વળી આ હુમલા બાદ સોનૂ નિગમ આઘાતમાં છે.



આ ઘટના બાદ મોડી રાતે સોનૂ નિગમ ચેમ્બૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યો હતો. તેના થોડા સમય બાદ ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકર પણ પહોંચ્યા હતા. પોલીસે સોનૂ નિગમની ફરિયાદના આધાર પર ઠાકરે જૂથના ધારાસભ્યો પ્રકાશ ફટેરપેકરના દીકરા સ્વપ્નિલ ફટેરપેકર વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. પોલીસે આઈપીસીની કલમ 341,323,337 અંતર્ગત મામલો નોંધી લીધો છે. આ મામલામા આગળ તપાસ થઈ રહી છે.

આપને જણાવી દઈએ કે, સોમવારે મોડી સાજે સોનૂ નિગમ એક ઈવેન્ટમાં પરફોર્મ કરી રહ્યો હતો. આ દરમિયાન ધારાસભ્યના દીકરાએ તેમની સાથે ધક્કા મુક્કી કરી હતી. આ હુમલામાં રબ્બાની ખાનને ઈજા થઈ છે, જે બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. જો કે, હળવી ઈજા બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
First published:

Tags: Mumbai Police, Sonu Nigam