સિંગર SHREYA GHOSHAL બની માતા, આપ્યો દીકરાને જન્મ

બોલિવૂડની ફેમસ સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) માતા બની ગઇ છે. સિંગર શ્રેયા ઘોષાલનાં ઘરે દીકરા (Baby Boy)નો જન્મ થયો છે. શ્રેયાએ આજે જ દીકરાને જન્મ આપ્યો છે. શ્રેયા અને તેનાં પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય એક દીકરાનાં પેરેન્ટ્સ બની ગયા છે. ખુદ શ્રેયાએ આ ખુશખબરી તેનાં સોશિયલ મીડિયા પર શેર કરી છે.

શ્રેયાએ આજે જ દીકરાને જન્મ આપ્યો છે. શ્રેયા અને તેનાં પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય એક દીકરાનાં પેરેન્ટ્સ બની ગયા છે. ખુદ શ્રેયાએ આ ખુશખબરી તેનાં સોશિયલ મીડિયા પર શેર કરી છે.

 • Share this:
  બોલિવૂડની ફેમસ સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) માતા બની ગઇ છે. સિંગર શ્રેયા ઘોષાલનાં ઘરે દીકરા (Baby Boy)નો જન્મ થયો છે. શ્રેયાએ આજે જ દીકરાને જન્મ આપ્યો છે. શ્રેયા અને તેનાં પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય એક દીકરાનાં પેરેન્ટ્સ બની ગયા છે. ખુદ શ્રેયાએ આ ખુશખબરી તેનાં સોશિયલ મીડિયા પર શેર કરી છે.


  શ્રેયાએ તેની ટ્વિટમાં લખ્યું છે કે, 'ભગવાને અમને આજે સૌથી પ્રેમાળ ગિફ્ટથી નવાઝી છે. આજે બપોરે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. પહેલાં ક્યારેય આ અહેસાસ નથી અનુભવ કર્યો. શિલાદિત્ય અને હું સાથે જ અમારો પરિવાર ખુબજ ખુશ છીએ। આફ સૌનાં આશીર્વાદ અને પ્રેમ માટે આભાર.' શ્રેયાએ આ ખબરને શેર કરતાં તેનાં ફેન્સ અને સેલિબ્રિટીઝ ફ્રેન્ડ્સ પણ તેને વધામણાઓ આપી રહ્યાં છે.


  સિંગર નિતી મોહને વધામણા આપતાં લખ્યું છે, 'ખુબ બધા વધામણા નવાં બનેલાં પેરેન્ટને. આશા છે કે, તુ અને બાળક સ્વસ્થ છો. ખુબ બધો પ્રેમ તને અને બેબીને..' આપને જણાવી દઇએ કે, શ્રેયાએ (Shreya Ghoshal)તેનાં બાળપણનાં મિત્ર શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતાં. બંગાળી રીતિ રિવાજથી આ લગ્ન થયા હતાં. લગ્ન પહેલાં 10 વર્ષ સુધી શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે તેનું અફેર હતું. તેઓ બંને તેમનાં લગ્ન જીવનમાં ઘણાં જ ખુશ છે  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેને વર્ષ 2002માં સંજય લીલાની ફિલ્મ 'દેવદાસ'માં ગાવાની તક મળી. આ ફિલ્મમાં તેણે 'બૈરી પિયા..', 'છલક-છલક', 'ડોરા રે', 'સિલસિલા યે ચાહત કા' અને 'મોરે પિયા' જેવાં ગીતો ગાયા હતાં. લોકડાઉન દરમયાન શ્રેયાનું ગીત 'આંગન મોરે' રિલીઝ થયુ હતું. શ્રેયા હિન્દી ઉપરાંત, તમિલ, તેલુગૂ, મલયાલમ, કન્નડ, ગુજરાતી, મરાટી અને ભોજપુરી ભાષાઓમાં ગીતો ગાઇ ચુકી છે.
  Published by:Margi Pandya
  First published: