Home /News /entertainment /ફેમસ સિંગર કેકે બાદ વધુ એક ગાયકને લાઈવ શો દરમિયાન આવ્યો હાર્ટ અટેક, થયું નિધન

ફેમસ સિંગર કેકે બાદ વધુ એક ગાયકને લાઈવ શો દરમિયાન આવ્યો હાર્ટ અટેક, થયું નિધન

ગાયક મુરલી પ્રસાદ મહાપાત્રનું નિધન

Murali Mohapatra Passes Away: ઓડિયા ગાયક મુરલી પ્રસાદ મહાપાત્રાનું નિધન થયું છે. લાઈવ કોન્સર્ટ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ પહેલા સિંગર કેકે પર પણ લાઈવ પરફોર્મન્સ દરમિયાન અટેક આવ્યો હતો.

    ગાયક મુરલી પ્રસાદ મહાપાત્રનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે. એમનું નિધન લાઈવ કોન્સર્ટમાં અટેકના કારણે થયું. તેઓ રવિવારે રાત્રે ઓડિશાના જેપોર શહેરમાં એક કાર્યક્રમમાં લાઈવ પરફોર્મન્સ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ખુરસી પરથી પડી ગયા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમનુ મૃત્યુ થયું.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહાપાત્રા દુર્ગા પૂજા માટે કોરાપુટ જિલ્લાના જેપોર શહેરમાં રાજનગરમાં લાઈવ પરફોર્મન્સ માટે ગયા હતા. આ ઘટના દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. એક-બે ગીત ગાયા પછી તેઓ ખુરશી પર બેસી ગયા અને અન્ય ગાયકોને સાંભળતા હતા ત્યારે તેઓ અચાનક નીચે પડી ગયા. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. તે જ સમયે, મુરલીના મોટા ભાઈ વિભૂતિ પ્રસાદ મહાપાત્રાનું નિવેદન પણ સામે આવ્યું છે કે 'તેઓ લાંબા સમયથી હૃદય રોગ અને ડાયાબિટીસથી પીડિત હતા. તેમણે 59 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.'

    આ પણ વાંચો: સિદ્ધૂ મૂસેવાલા પછી અન્ય એક પંજાબી સિંગર પર થયો હુમલો 

    મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું


    મુરલી મહાપાત્રાના નિધન પર ઓડિશાના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે. મુખ્યમંત્રીએ લખ્યું, 'ગાયત મુરલીના નિધનથી તેઓ ખૂબ જ દુઃખી છે. તેમનો મધુર અવાજ હંમેશા શ્રોતાઓના હૃદયમાં ગુંજતો રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'' આ સાથે તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.



    ઉલ્લેખનીય છે કે, લાઈવ કોન્સર્ટ દરમિયાન બોલિવૂડના પ્રખ્યાત સિંગર કેકેનું પણ નિધન થયું હતું. તેઓ કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ કરી રહ્યા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના આકસ્મિક નિધનથી બોલિવૂડને આઘાત લાગ્યો છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Heart attack, Singer death

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन