....જયારે સરલા ત્રિવેદી સાથે ગાયક મુકેશે ભાગીને લગ્ન કરવા પડ્યા !

News18 Gujarati
Updated: July 22, 2018, 11:11 AM IST
....જયારે સરલા ત્રિવેદી સાથે ગાયક મુકેશે ભાગીને લગ્ન કરવા પડ્યા !
"ધ મેન વિથ ગોલ્ડન વોઇસ' મુકેશ ચંદ્ર માથુરનો જન્મ 22 જુલાઈ, 1923ના રોજ થયો હતો.આજે તેમની જન્મતિથિ છે

"ધ મેન વિથ ગોલ્ડન વોઇસ' મુકેશ ચંદ્ર માથુરનો જન્મ 22 જુલાઈ, 1923ના રોજ થયો હતો.આજે તેમની જન્મતિથિ છે

  • Share this:

મુંબઇ: રાજ કપૂરનો કંઠ અને 'કહીં દૂર જબ દિન ઢલ જાયે', 'આવારા હું' તથા 'કભી કભી મેરે દિલમેં' જેવા બહેતરીન ગીતો ગાનારા મશહૂર ગાયક મુકેશનો આજે જન્મદિવસ છે


કહીં દૂર જબ દિન ઢલ જાયે', 'આવારા હું' તથા 'કભી કભી મેરે દિલમેં' જેવા બહેતરીન ગીતો ગાનારા હિન્દી ફિલ્મજગતમાં "ધ મેન વિથ ગોલ્ડન વોઇસ' મુકેશ ચંદ્ર માથુરનો જન્મ 22 જુલાઈ, 1923ના રોજ થયો હતો.આજે તેમની જન્મતિથિ છે. મહાન ગાયક મુકેશે વધુ અભ્યાસ નહોતો કર્યો અને માત્ર 10 ધોરણ સુધી ભણીને અભ્યાસ છોડી દીધો હતો. ત્યાર બાદ થોડો સમય તેમણે 'પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ'માં કામ કર્યું હતું। આ સમય એ હતો જયારે તેઓ તેમની ગાયકીને વધુ પ્રભાવશાળી બનાવી રહ્યાં હતા. બહુ જૂજ લોકોને એ જાણકારી હશે કે મુકેશ ગાયક તરીકે તો પ્રસિદ્ધ હતા જ તેમણે એક્ટર તરીકે પણ હાથ અજમાવ્યો હતો.1941માં તેમની ફિલ્મ 'નિર્દોષ' રિલીઝ થઇ હતી. આ


મુકેશના અવાજમાં જબરદસ્ત ગાયક છુપાયેલો પડ્યો છે તેની સૌ પ્રથમ જાણકારી તેમના એક સંબંધી મોતીલાલને થઇ, જયારે તેમણે તેની બહેનના લગ્નમાં મુકેશને ગાતા સાંભળ્યા। મોતીલાલ તેને મુંબઈ લઇ આવ્યા, જ્યાં મુકેશે પંડિત જગન્નાથ પ્રસાદ પાસે સંગીતનું શિક્ષણ લીધું.ભાગીને લગ્ન કર્યા
ગાયક મુકેશના લગ્ન ગુજરાતણ સરલા ત્રિવેદી સાથે થયા. પરંતુ આ લગ્ન સરળ નહોતા। સરલાના પિતાજી લાખોપતિ હતા, તે ક્યારેય ઇચ્છતા નહોતા કે તેમની દીકરીનું લગ્ન આ મુફલિસ સાથે થાય. કારણકે તે સમયે મુકેશ પાસે ન તો કોઈ નિયમિત આવકનું સાધન કે નહોતું કોઈ સન્માનજનક કામ. સરલા  અને મુકેશ એકબીજાને ચાહતા હતા. આખરે મુકેશ સરલાને ઘરેથી ભગાડી ગયા. આ લગ્ન કરાવવામાં તેમની મદદ કરી મુકેશના કાકા મોતીલાલ અને મિત્ર આર.ડી.માથુરે !


1945માં મુકેશને 'પહેલી નજર' ફિલ્મમાં પ્લેબેક સિંગર તરીકે બ્રેક મળ્યો। તેણે ગાયેલું પહેલું ગીત "દિલ જલતા હૈ તો જલને  દે" બાદમાં ખુબ જ લોકપ્રિય થયું। મુકેશ પ્રારંભિક દિવસોમાં કે.એલ.સાયગલના જબરદસ્ત ફેન હતા. તે એટલે સુધી કે તેઓ સાયગલની નકલ કર્યા કરતા। 'દિલ જલતા હૈ તો જલને દે' જયારે સાયગલે મુકેશના અવાજમાં સાંભળ્યું તો સાયગલે કહેલું, 'મને યાદ નથી આવતું કે આ ગીત મેં ક્યારે ગાયું હતું ?'  આ વાત દર્શાવે છે કે મુકેશ કેટલી હદે સાયગલના અવાજની કોપી કરી શકતા હશે !

રાજ કપૂરના મોટાભાગના ગીતો મુકેશે જ ગાયા।  નૌશાદની મદદથી મુકેશે પોતાની ગાયકીનો એક અંદાઝ બનાવી લીધો હતો. નૌશાદે જ તેને કે.એલ.સાયગલની સ્ટાઇલ છોડાવવામાં મદદ કરી. મુકેશના અવાજમાં લગભગ 1300 ગીતો હશે. એક ગાયકના રૂપમાં સફળતાને જોતા મુકેશે અદાકારી ઉપર પણ હાથ અજમાવ્યો પરંતુ તેમની ફિલ્મો બોક્સઓફિસ ઉપર સફળ ન નીવડી


લગભગ 30 વર્ષના ગાયક તરીકેની કારકિર્દી બાદ મુકેશની 1974માં 'રજનીગંધા' ફિલ્મ માટે 'કઈ બાર યું દેખા હૈ' માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો નેશનલ એવોર્ડ મળ્યો। મુકેશને ચાર વખત ફિલ્મફેર અને બંગાળી ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન તરફથી 3 એવોર્ડ્સ મળ્યા। મિશિગન અને ડેટ્રોઇટ- અમેરિકા એક કોન્સર્ટમાં જતી વેળા અમેરિકામાં તેમનું અવસાન થયું.

First published: July 22, 2018, 11:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading