B'Day: 54 વર્ષના થયા સિંગર મોહિત ચૌહાણ, રહેમાનની વઢથી લાગે છે તેમને ડર

(Instagram @MohitChauhan)

વર્ષ 2002માં મોહિતે ફિલ્મ 'રોડ'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું. સાથે જ 2006માં રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ 'રંગ દે બસંતી'માં એ આર રહેમાને મોહિતને બ્રેક આપ્યો.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  આજે પ્રખ્યાત સિંગર મોહિત ચૌહાણ આજે તેમનો 54મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચહિતા સિંગર્સમાંથી એક છે. તેમનો જન્મ 11 માર્ચના રોજ 1966ના રોજ નાહંન, સિરમૌર, હિમાચલપ્રદેશ ખાતે થયો હતો. તેમણે પહેલા દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કુલ અને બાદમાં હિમાચલપ્રદેશથી પોતાની શિક્ષા પ્રાપ્ત કરી.

    ઉલ્લેખનીય છે કે, તેમણે સંગીતનું શોક્ષણ ન મેળવ્યું હોવા છતાં ખુબ સારા સિંગર અને ગિટાર પ્લેયર છે. તેમણે દિલ્હીમાં પોતાના સ્કૂલમેટ અને પિયાનોવાદક કિમ ત્રિવેદી સાથે મળીને પોતાનું બેન્ડ 'સિલ્ક રુટ' બનાવ્યું હતું. જેનું ગીત 'ડૂબા ડૂબા રહેતા હું' ખૂબ ફેમસ થયું હતું. આ મ્યુઝિક બેન્ડમાં મોહિત ચૌહાણ, અતુલ મિત્તલ, કિમ ત્રિવેદી અને કેની પુરી સામેલ હતા.

    વર્ષ 2002માં મોહિતે ફિલ્મ 'રોડ'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું. સાથે જ 2006માં રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ 'રંગ દે બસંતી'માં એ આર રહેમાને મોહિતને બ્રેક આપ્યો. જેમાં તેમણે ગાયેલા એકમાત્ર ગીત 'ખૂન ચલા' ગીતથી તેમણે ખૂબ નામ કમાયું. આ રેકોર્ડિંગ પહેલા મોહિત નર્વસ હતા. તેમને ચિંતા હતી કે તેઓ આ ગીત ગાઈ શકશે કે કેમ. એવું ન થાય કે તેમણે રહેમાનની નિંદા સાંભળવી પડે.

    તેમનો ડર ત્યારે ખતમ થયો, જ્યારે તેમને જાણવા મળ્યું કે આ ગીત પ્રસૂન જોશીએ લખ્યું છે. કારણ કે મોહિત અને પ્રસૂન જોશી એબીજાને અગાઉથી ઓળખતા હતા. પ્રસૂન અગાઉ સિલ્ક રુટ બેન્ડ માટે પણ કામ કરી ચુક્યા હતા. જે બાદ પ્રિતમે જબ વી મેટ ફિલ્મને સંગીત આપ્યું, મોહિતે આ ફિલ્મનું ગીત 'તુમસે હી દિન હોતા હૈ' ગાયું. જે બાદ ચારેય બાજુ મોહિતની ચર્ચા થવા લાગી હતી.

    ઉલ્લેખનીય છે કે, મોહિતે અત્યાર સુધીમાં હિન્દી, બંગાળી, કન્નડ, મારાથી, તમિલ અને પંજાબી ભાષાઓમાં 80થી વધુ ગીતો ગાયા છે.
    First published: