દરરોજ ઠંડા દૂધથી નહાય છે આ અમેરિકન સિંગર

News18 Gujarati
Updated: June 6, 2018, 12:17 PM IST
દરરોજ ઠંડા દૂધથી નહાય છે આ અમેરિકન સિંગર
મારિયાએ તેનાં સિક્રેટ્સ જાહેર કરતાં કહ્યું હતું કે, તેની પાસે એક આખો રૂમ ભરીને લોન્જરીવેર છે

મારિયાએ તેનાં સિક્રેટ્સ જાહેર કરતાં કહ્યું હતું કે, તેની પાસે એક આખો રૂમ ભરીને લોન્જરીવેર છે

  • Share this:
મુંબઇ: અમેરિકન સિંગર મારિયા કેરીએ હાલમાં જ 'ધ ગાર્ડિયન'ને આપેલા ઇન્ટરવ્યુંમાં તેની સુંદરતાનાં રહસ્ય જણાવ્યા હતાં. તેને પુછવામાં આવ્યું કે શું તે તેની સુંદરતાની જાળવણી માટે કંઇક ખાસ જતન કરે છે. તેનાં જવબામાં મારિયાએ કહ્યું હતું કે, 'હા ઘણી વખત હું નહાવા માટે દૂધનો ઉપયોગ કરું છું. હું મારા વધુ કોઇ સિક્રેટ્સ શેર કરવાં નહીં માંગુ.'

જે બાદ મારિયાને પુછવામાં આવ્યું કે ઠંડુ કે ગરમ દૂધ તુ ઉપયોગમાં લે છે. તેણે કહ્યું હતું કે હું ઠંડા દૂધથી નહાવું છું. જ્યારે તેને પુછવામાં આવ્યું કે આમ જનરલી તું નહાવામાં મિનરલ વોટરનો ઉપયોગ કરે છે તેનાં જવાબમાં તેણે કહ્યું કે, જો મને ચોખ્ખુ પાણી ન મળે તો હું મિનરલ વોટરનો ઉપયોગ કરુ છું અને ભવિષ્યમાં લાગશે તો પણ કરીશ.

ગ્રેમી એવોર્ડ વિનર મારિયાએ આ ઇન્ટરવ્યુંમાં તેનાં કેટલાંક સિક્રેટ્સ જાહેર કરતાં કહ્યું હતું કે, તેની પાસે એક આખો રૂમ ભરીને લોન્જરીવેર છે.

તેને જ્યારે પુછવામાં આવ્યું કે એક રિપોર્ટ મુજબ આપની પાસે 20 સફેદ બીલાડીનાં બચ્ચા અને 100 સફેદ કબૂતર છે. તેનાં જવાબમાં મારિયાએ કહ્યું કે, ના આ વાત ખોટી છે મને બીલાડીઓ એટલી પસંદ નથી મારી પાસે હાલમાં એક પણ બીલાડી નથી.
Published by: Margi Pandya
First published: June 6, 2018, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading