લતા મંગેશકરની હાલત હજુ પણ ગંભીર, ICUમાં વેન્ટિલેટર પર રખાયા

લતા મંગેશકર (ફાઇલ તસવીર)

ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે 90 વર્ષના લતા મંગેશકર (Lata Mangeshkar)ની હાલત હજુ પણ ગંભીર છે, તેમને વેન્ટિલેટર (ventilator) પર રાખવામાં આવ્યા છે.

 • Share this:
  મુંબઈ : સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરની તબીયત ખરાબ થવાથી સોમવારે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. લતા મંગેશકરના ફેંફસામાં ગંભીર ઇન્ફેક્શન થયું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ ડૉક્ટરના હવાલેથી રિપોર્ટ આપ્યો છે કે 90 વર્ષના લતા મંગેશકરની હાલત હજુ પણ ગંભીર છે, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે લતા મંગેશકરના સોમવારે રાત્રે શ્વાસ લેવાની તકલીફ બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા કલાકો પછી તેમને આઈસીયૂમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

  ઇન્ટરનલ મેડિસિન ફિઝિશિયન, ડૉક્ટર પ્રતિત સમદાનીએ જાણકારી આપી કે, "તેમને ન્યૂમોનિયા છે. સાથે જ તેમનું ડાબુ વેટ્રિકુલર પણ ફેલ થઈ ગયું છે. તેમની હાલત હજુ પણ ખૂબ ગંભીર છે. જોકે, છેલ્લા થોડા કલાકોમાં તેમની હાલત થોડી સુધરી છે." ડોક્ટરના કહેવા પ્રમાણે ડાબી બાજુનું વેટ્રિકુલર જ હૃદયને સૌથી વધારે ઑક્સિજન પહોંચાડે છે. શરીરના સામાન્ય કામ કરવા માટે તે સારું હોય તે જરૂરી છે. આથી હૃદયના ડાબા ભાગને બ્લડ સપ્લાય કરવા માટે વધારે કામ કરવું પડે છે.  જોકે, પ્રાઇસીને કારણે લતા મંગેશકરની હાલત વિશે વધારે માહિતી મળી શકી નથી. બીજી તરફ લતા મંગેશકરના પરિવારના લોકોનું કહેવું છે કે તેણીની હાલત સારી છે, બહુ ઝડપથી તેણીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

  નોંધનીય છે કે ભારતમાં સૌથી સન્માનિત પાર્શ્વ ગાયકોમાંના એક એવા લતા મંગેશકરે 36થી વધારે ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. ફક્ત હિન્દીમાં જ તેમણે 1000થી વધારો ગીતો ગાયા છે. તેમનો જન્મ 28મી સપ્ટેમ્બર, 1929ના રોજ થયો હતો. તેમને 2004ના વર્ષમાં દેશનો સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આ પહેલા તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: