Home /News /entertainment /KK Last Video: 'હમ રહેના રહે કલ' કેકેનો છેલ્લો વીડિયો, તમને પણ રડાવી દેશે

KK Last Video: 'હમ રહેના રહે કલ' કેકેનો છેલ્લો વીડિયો, તમને પણ રડાવી દેશે

પ્રખ્યાત ગાયક કેકેનું નિધન

Singer kk RIP: કેકેના છેલ્લા પ્રદર્શનના વીડિયોમાં પ્રેક્ષકોથી ભરેલા હોલમાં દિલથી ગાતા જોઈ શકાય છે અને પ્રેક્ષકો તેમની ગાયકી પર મન મૂકીને ડોલતા દેખાય રહ્યા છે.

Bollywood Singer Krishnakumar Kunnath Lats Video: 'યારો દોસ્તી બડી હીં હસી હૈ', 'કલ હમ રહે ન રહે' જેવા હજારો પ્રખ્યાત દિલને ગમી જાય તેવા ગીતો ગાનાર સિંગર કેકેનું કોલકત્તામાં નિધન થયું છે. કેકે પોતાના કોન્સર્ટ માટે કોલકત્તામાં હતા. સોમવારે પર્ફોર્મ કર્યાં પછી જ્યારે મંગળવારે બીજું પરફોર્મન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડી હતી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આવી સ્થિતિમાં કેકેના પર્ફોર્મન્સનો તે છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લોકોની સામે પૂરા જોશ સાથે પરફોર્મ કરતો જોવા મળી રહ્યા છે.

53 વર્ષીય સિંગર કેકેના નિધનના સમાચારથી સમગ્ર બોલિવૂડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ગાયકના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તે જ સમયે, આ ઘટનાથી અક્ષય કુમારથી લઈને નીલ નીતિન મુકેશ સુધી બોલિવૂડની ઘણી હસ્તીઓ આઘાતમાં છે. આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે.



છેલ્લા પ્રદર્શનના વિડિયોમાં, કેકે પ્રેક્ષકોથી ભરેલા હોલમાં પ્રદર્શન કરતા જોઈ શકાય છે અને પ્રેક્ષકો તેમની ગાયકી પર ડોલતા હતા. તમે પણ જુઓ આ વીડિયો.તેમણે છેલ્લું ગીત ગાયું, 'હમ રહે ના રહે કલ...'








View this post on Instagram






A post shared by KK (@kk_live_now)






તમને જણાવી દઈએ કે, પ્રારંભિક માહિતી અનુસાર, કૃષ્ણ કુમાર કન્નાથના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું છે. જો કે, હજુ સુધી તેમના મૃત્યુના કારણ વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ બાદ જ સિંગરના મૃત્યુનું સાચું કારણ સામે આવશે.

કૃષ્ણ કુમાર કન્નાથના નિધનના સમાચાર મળતા જ મનોરંજન જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા દિવંગત ગાયકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
First published:

Tags: Bollywood celebs, Bollywood Latest News