Singer KK Unknown Facts: બોલીવુડમાં પ્રથમ બ્રેક મળ્યા પહેલાં 3,500થી વધુ જિંગલ ગાઈ ચુક્યા છે, જાણો ગાયક કે.કે વિશેની કેટલીક અજાણી અને રસપ્રદ વાતો
Singer KK Unknown Facts: બોલીવુડમાં પ્રથમ બ્રેક મળ્યા પહેલાં 3,500થી વધુ જિંગલ ગાઈ ચુક્યા છે, જાણો ગાયક કે.કે વિશેની કેટલીક અજાણી અને રસપ્રદ વાતો
બોલિવુડમાં બ્રેક મળ્યા પહેલા કરતાં હતા આ કામ,જાણો KKની આ રસપ્રદ વાતો
KK Death: કે.કેએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમણે સૌથી પહેલા હોટેલ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. ત્યારબાદ સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે વર્ષ 1994માં મુંબઈ આવ્યા હતા. કે.કેએ સોની મ્યુઝિક પર ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ તમામ સપના પૂર્ણ કરવાનો શ્રેય તેમની પત્ની જ્યોતિને જાય છે.
બોલીવુડ ગાયક કે.કેનું મંગળવારના રોજ કોલકત્તામાં નિધન થઈ ગયું છે. 53 વર્ષીય ગાયક એક કોલેજના ફંક્શનમાં પર્ફોર્મન્સ આપી રહ્યા હતા, જ્યાં તેઓ અચાનક બીમાર પડતા તેમને કોલકત્તાની CMRI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ગાયકે આલ્બમ પલથી ડેબ્યુ કર્યું હતું અને પ્રસિદ્ધિ મેળવી હતી. હમ દિલ દે ચૂકે સનમનું ‘તડપ તડપ કે’ ગીત કેકેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતો.
અહીં કે.કેના કરિયરની કેટલીક રસપ્રદ બાબતો વિશે જાણકારી આપવામાં આવી છે.
કે.કેએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમણે સૌથી પહેલા હોટેલ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. ત્યારબાદ સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે વર્ષ 1994માં મુંબઈ આવ્યા હતા. કે.કેએ સોની મ્યુઝિક પર ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ તમામ સપના પૂર્ણ કરવાનો શ્રેય તેમની પત્ની જ્યોતિને જાય છે.
- કે.કેને બોલીવુડમાં પ્રથમ બ્રેક મળ્યા પહેલાં 3,500થી વધુ જિંગલ ગાઈ ચુક્યા હતા.
- તેમણે બોલીવુડ હંગામા સાથે થયેલ ઈન્ટરવ્યૂમાં પણ રસપ્રદ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં જ્યારે તેઓ ગીત ગાઈ રહ્યા હતા, ત્યારે પ્રસિદ્ધ ગાયક હરિહરને તેમને જોયા હતા અને તેમને મુંબઈ જઈને કરિયર બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
- તેમણે હિન્દી ફિલ્મ ‘માચીસ’માં ‘છોડ આયે હમ વો ગલિયાં’ ગીતથી ડેબ્યુ કર્યું હતું. જેમાં કો-સિંગર હરિહરન, સુરેશ વાડકર અને વિનોદ સહગલ હતા. આ ગીત વિશાલ ભારદ્વાજે લખ્યું હતું.
- ટાઈમ્સ ઈન્ડિયાને આપેલ ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ કિશોર કુમાર (kishor Kumar) થી પ્રેરિત હતા.
- કે.કેએ જણાવ્યું હતું કે, તેઓએ ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ નથી લીધી. તેઓ માત્ર થોડા દિવસ માટે મ્યુઝિક સ્કૂલ ગયા હતા. વધુમાં જણાવ્યું હતું કે, ‘શરૂઆતથી જ હું ગીત સાંભળીને શીખી શકતો હતો, ત્યારબાદ મને જાણવા મળ્યું કે, કિશોર દાએ પણ ક્યારેય મ્યુઝિકની તાલીમ લીધી નહોતી.’
- તેઓ ટેલિવિઝન શો ગુરુકુલમાં જ્યુરી મેમ્બરમાંથી એક હતા. જેમાં અરિજિત સિંહ (Arijit Singh)ને પહેલીવાર પ્રસિદ્ધિ મળી હતી. મહત્વનું છે કે, કે.કે અન્ય રિયાલીટી શોમાં જજ તરીકે જોવા મળ્યા નથી.
- તેમણે હિન્દીની સાથે સાથે તમિલ, તેલુગુ, મરાઠી, કન્નડ, બંગાળી, મલયાલમ, ગુજરાતી તથા અસામી ભાષામાં પણ ગીત ગાયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર