Home /News /entertainment /

KKની અંતિમ પળો CCTVમાં જુઓ, ઝડપભેર ચાલતો હોટલની લોબીમાં જોવા મળ્યો સિંગર

KKની અંતિમ પળો CCTVમાં જુઓ, ઝડપભેર ચાલતો હોટલની લોબીમાં જોવા મળ્યો સિંગર

KKની અંતિમ પળો CCTVમાં જુઓ

સિંગર KK માત્ર 53 વર્ષનો હતો. CCTV ફૂટેજમાં દેખાય છે કે ગળામાં નેપ્કિન ભરાવીને કેકે હોટલની લોબીમાંથી પોતાના રૂમ તરફ જાય છે. જોકે એવો દાવો કરવામાં આવ્યો છે કે હોટલ પહોંચ્યા બાદ કેકે થોડીવારમાં જ બેભાન થઈ ગયા હતા અને પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. કેકેની એક તસવીર વાઇરલ થઈ છે, જેમાં તે લિફ્ટ આગળ માથું નમાવીને ઊભા છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં હાર્ટથ્રોબ સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ)નું 31 મેના રોજ કોલકાતામાં લાઇવ પર્ફોર્મન્સ (Singer KK) બાદ અવસાન થયુ હતું. કેકેએ પર્ફોર્મન્સ દરમિયાન ગભરામણ તથા બેચેનીની થઇ હતી જે બાદ તેને હોટલ લઇ જવામાં આવ્યો હતો. આ સમયે તેણે ગળામાં નેપ્કિન રાખેલો હતો. અને તે સ્ટેજ પર પણ વારંવાર નેપ્કિનથી પરસેવો લુંછતો નજર આવતો હતો. અને આ CCTV વીડિયોમાં પણ તેનાં ગળામાં સફેદ કલરનો નેપ્કિન નજર આવે છે. આપને જણાવી દઇએ કે, સિંગર માત્ર 53 વર્ષનો હતો. CCTV ફૂટેજમાં દેખાય છે કે ગળામાં નેપ્કિન ભરાવીને કેકે હોટલની લોબીમાંથી પોતાના રૂમ તરફ જાય છે. જોકે એવો દાવો કરવામાં આવ્યો છે કે હોટલ પહોંચ્યા બાદ કેકે થોડીવારમાં જ બેભાન થઈ ગયા હતા અને પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મોત થઈ ગયું હતું. કેકેની એક તસવીર વાઇરલ થઈ છે, જેમાં તે લિફ્ટ આગળ માથું નમાવીને ઊભા છે.

    પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવ્યું?
    પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે કેકેને માસિવ કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. આ ઉપરાંત તેમને ફેફસાં તથા કિડીનીની બીમારી હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

    છેલ્લો CCTV વીડિયો ટાઇમ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે



    કેકેના નિધનથી પત્ની અને બાળકો ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. રડી-રડીને તેમની હાલ ખરાબ છે. કેકેના એકાએક નિધનથી ફેન્સ ઉપરાંત ફિલ્મ અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને પણ ઘેરો આઘાત લાગ્યો છે.

    53 વર્ષીય સિંગરના પરિવારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકીને તેમના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર અંગેની વિગતો આપી છે. પરિવારે આપેલી જાણકારી અનુસાર અંતિમ દર્શન 2 જૂને સવારે 10.30 કલાકથી બપોરે 12.30ની વચ્ચે કરી શકાશે. જે બાદ બપોરે 1 વાગ્યે અંતિમ યાત્રા શરૂ થશે અને અંધેરીમાં આવેલા વર્સોવા હિન્દુ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

    આ પણ વાંચો-'તુ કબ મરેગા..,' બાદશાહને મળી રહ્યાં છે નફરત ભરેલાં મેસેજ, સ્ક્રિનશોટ્સ શેર કરી જણાવી વાત

    કોણે કોન્સર્ટ આયોજિત કરી હતી- કેકેની કોન્સર્ટ કોલકાતામાં બ્લેક આઇ ઇવેન્ટ્સ હાઉસ કંપનીએ ઓર્ગેનાઇઝ કરી હતી. આ કોન્સર્ટ ગુરદાસ કોલેજના સ્ટૂડન્ટ યુનિયન માટે રાખવામાં આવી હતી. આ યુનિયનને તૃણમૂલ કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન ચલાવે છે. કોન્સર્ટમાં ઓડિટોરિયમમાં 2500 લોકોની કેપેસિટી સામે બમણાથી વધુ લોકો આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન એસી પણ બંધ હતું અને પર્ફોર્મન્સ દરમિયાન કેકેને ગરમી લાગતી હતી અને તેમણે એસી ચાલુ કરવાની પણ ડિમાન્ડ કરી હતી. અહીંયા જ કેકેની તબિયત લથડી હતી અને પછી તેમને હોટલ લઈ જવામાં આવ્યા હતા
    Published by:Margi Pandya
    First published:

    Tags: KK, KK Death, Kk funeral today, Singer death

    આગામી સમાચાર