Home /News /entertainment /'ભગવાને મને બચાવી લીધો,' જુબીન નૌટિયાલે અકસ્માત બાદ હોસ્પિટલમાંથી ફોટો શેર કર્યો

'ભગવાને મને બચાવી લીધો,' જુબીન નૌટિયાલે અકસ્માત બાદ હોસ્પિટલમાંથી ફોટો શેર કર્યો

Photo credit : @jubin_nautiyal Instagram

સિંગર જુબિન નૌટિયાલ ગુરુવારે સીડીમાંથી પડી ગયો હતો. આ દરમિયાન તેને ગંભીર ઈજા થઈ હતી. જુબિન નૌટિયાલની કોણી ભાંગી ગઈ છે. આ સિવાય, તેના હાડકાં અને માથા પર પણ ઈજા થઈ છે. જુબિન નૌટિયાલને મુંબઈની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

  બોલિવૂડના લોકપ્રિય પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલ તાજેતરમાં અકસ્માતનો ભોગ બન્યો હતો. આ દરમિયાન જોખમી અકસ્માતમાંથી બચાવવા બદલ તેણે ભગવાનનો આભાર માન્યો છે. તેણે ચાહકોના પ્રેમ અને આશીર્વાદ માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

  સ્વાસ્થ્ય અંગેના અપડેટ્સ શેર કરતી વખતે જુબિને ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શન સાથે હોસ્પિટલમાં પોતાની તસવીર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું કે, તમારા આશીર્વાદ માટે તમારા બધાનો આભાર. ભગવાન મારુ ધ્યાન રાખતા હતા તેથી તેમણે મને જીવલેણ અકસ્માતમાં મને બચાવી લીધો. મને રજા મળી છે અને હું સ્વસ્થ થઈ રહ્યો છું. તમારા ક્યારેય ન સમાપ્ત થનારા પ્રેમ અને ઉષ્માભરી પ્રાર્થના માટે આભાર.

  આ પણ વાંચો :PHOTOS: ટીવીની આ 10 હસીનાઓએ ટૉપલેસ થઇને ઇન્ટરનેટ પર લગાવી આગ, એકે તો પાર કરી તમામ હદો   
   

   

   


  View this post on Instagram


   

   

   

   

  A post shared by Jubin Nautiyal (@jubin_nautiyal)


  જુબીને પોતાની અપડેટ શેર કરતાં જ કોમેન્ટ સેકશનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો અને મોટા સિંગરોની કોમેન્ટની ભરમાર થવા માંડી હતી. સિંગર-રેપર બાદશાહે લખ્યું, મારા ભાઈ જલ્દી સ્વસ્થ થાઓ.

  સિંગર કનિકા કપૂરે કોમેન્ટ કરીને લખ્યું કે, ઓહ નો ….. તમને આલિંગન મોકલું છું.

  અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, જુબીનના જમણા હાથ પર ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે હવે ઠીક છે. આ શુક્રવારે 33 વર્ષીય જુબિન સીડી પરથી નીચે પડી ગયો હતો અને તેને ઈજા થઈ હતી.

  તેની ટીમના જણાવ્યા મુજબ, ઘટના પછી તેની કોણી તૂટી ગઈ છે અને તેની પાંસળીમાં તિરાડ પડી હતી. તથા માથામાં પણ ઈજા થઈ હતી. આ ઘટના વિશે જાણ્યા પછી જુબિનના ચાહકોએ સોશિયલ મીડિયા પર તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

  આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક યુઝરે કોમેન્ટ કરી કે, જુબીન જલ્દી સ્વસ્થ થાઓ. એક બીજા યુઝરે કોમેન્ટ કરી કે તમને ઝડપથી સ્વસ્થ થવાની અને વધુ મજબૂત બની પાછા ફરો તેવી શુભેચ્છા.

  અહીં ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જુબિને દુબઈમાં લાઇવ કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું. તેણે જાણીતો સિંગર છે. તેણે વિકી કૌશલ અભિનીત ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' , 'બના શરાબી' અને કાજોલ અભિનીત 'સલામ વેંકી' અને 'યુ તેરે હુએ હમ' જેવા ગીતો ગાયા છે.

  આ પણ વાંચો : ઉર્ફી જાવેદ સાથે પંગો લેવો ચેતન ભગતને પડ્યો ભારે, એક્ટ્રેસે એક ફોટોથી જ બોલતી બંધ કરી નાંખી

  આ ઘટના પહેલા જુબિન નૌટિયાલે તેનું નવું ગીત તુ સામને આયે રિલીઝ કર્યું હતું. જેના માટે તે એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. આ પછી સમાચાર આવ્યા કે, સિંગર તેના ઘરની સીડી પરથી પડી ગયો. જેના કારણે તેને આંતરિક ઈજાઓ થઈ હતી. તેના માથા, પાંસળી અને કપાળમાં પણ ઈજા થઈ હતી. જુબિન નૌટિયાલ હાલ મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ડોક્ટરોએ તેમને જમણા હાથનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.  જુબિન નૌટિયાલ ભારતીય સંગીત ઉદ્યોગમાં જાણીતું નામ છે. રાતા લંબીયા, લુટ ગયે, હમનવા, તુમ હી આના, બેવફા તેરા માસૂમ ચહેરા, કુછ તો બાતા ઝિંદગી અને દેખતે દેખે જેવા ઘણા ગીતો ગાયા છે. તેના મોટાભાગના ગીતો હિટ રહ્યા છે. તેના ગીતો અને લુકને કારણે તેની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Accident News, Bollywood Latest News, Bollywood News in Gujarati, Playback Singer

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन