PM મોદીની માતાને મળ્યો સિંગર જુબિન નોટિયાલ, ફોટો શેર કરી લખ્યો ખાસ મેસેજ

PM મોદીની માતાને મળ્યો સિંગર જુબિન નોટિયાલ, ફોટો શેર કરી લખ્યો ખાસ મેસેજ
(Facebook @Jubin Nautiyal)

દેશને મળેલી આઝાદીને જલ્દી જ 75 વર્ષ પૂર્ણ થવાનાં છે. એવામાં આ સમયે 'આઝાદીનાં અમૃત મહોત્સવ' (Amrit Mahotasav)નું અમદાવાદનાં ગાંધી આશ્રમ (Gandhi Aashram)માં આયોજન કરવામાં આવ્યું હતું.

  • Share this:
    નવી દિલ્હી: બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલ (Jubin Nautiyal) ગાંધી આશ્રમમાં શરૂ થયેલાં આઝાદીનાં અમૃત મહોત્સવમાં પરફોર્મ કરવાં પહોચ્યા હતાં. જુબિને વડાપ્રધાન નરેનદ્ર મોદી (PM Narnedra Modi)ની માતા હીરા બાને મળી તેમનાં આશીર્વાદ લીદા હતાં. દેશને મળેલી આઝાદીને જલ્દી જ 75 વર્ષ પૂર્ણ થવાનાં છે. આ સમયે 'આઝાદીનાં અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav)નું અમદાવાદનાં ગાંધી આશ્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું.'

    જુબિન નૌટિયાલ (Jubin Nautiyal)એ આ મુલાકાત અને અમૃત મહોત્સવની તસવીરો તેમનાં ઓફિશિયલ ફેસબૂક પેજ પર શેર કરતાં એક ખાસ કેપ્શન લખી છે. PM મોદીનાં વખાણ કરતાં સિંગરે લખ્યું છે કે, હવે મને માલૂમ થયું કે, PM આટલાં વિનમ્ર અને જમીનથી જોડાયેલાં કેમ છે. તેમણે આ તેમની માતા પાસેથી શીખ્યું છે.



    ગત શુક્રવારે 12 માર્ચનાં PM નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરવા 'અમૃત મહોત્સવ'નો શુભારંભ કર્યો છે. આ દિવસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી માર્ચની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમથી નવસારી જિલ્લાનાં દાંડી સુધીની યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી છે. સાથે જ PMએ દાંડી માર્ચની રેલીને સંબધન કરતાં કહ્યું કે, અમારા દેશમાં મીઠાંનો અર્થ ઇમાનદારી છે.



    Posted by Ram Sharan Nautiyal on Friday, March 12, 2021


    ત્યાં સિંગર જુબિન નોટિયાલ સિંગિંગ ફિલ્ડમાં જાણીતું નામ છે. તે તેનાં મ્યૂઝિક આલબમ્સ દ્વારા હજારો ફેન્સનાં દિલ પર રાજ કરે છે. એટલું જ નહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જુબિનનો અવાજ ખુબ પસંદ કરવામાં આવે છે. ગત દિવસો પહેલાં જુબિન નૌટિયાલ અને તુલસી કુમારનું નવું ગીત 'પહેલે પ્યાર કા પહેલા ગમ.. ' રિલીઝ થયુ હતું. આ ગીતનાં વીડિયોમાં પહેલી વખત ખુશાલી કુમાર અને પાર્થ સમથાન નજર આવ્યા છે. રિલીઝની સાથે જ આ સોન્ગ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયુ હતું.
    Published by:Margi Pandya
    First published:March 14, 2021, 15:29 pm

    ટૉપ ન્યૂઝ