Home /News /entertainment /શૉકિંગ! લગ્નના ગણતરીના કલાકો બાદ આ ફેમસ સિંગરનું નિધન, આંખોમાં આંસુ લાવી દેશે પત્નીની આ પોસ્ટ
શૉકિંગ! લગ્નના ગણતરીના કલાકો બાદ આ ફેમસ સિંગરનું નિધન, આંખોમાં આંસુ લાવી દેશે પત્નીની આ પોસ્ટ
હોલીવુડ સિંગર જેક ફ્લિન્ટનું આકસ્મિક નિધન
હોલીવુડ સિંગર જેક ફ્લિન્ટ (Jake Flint)ના 26 નવેમ્બરે બ્રેંડા ફ્લિન્ટ સાથે લગ્ન થયા હતા. લગ્નના ગણતરીના જ કલાકો બાદ સિંગરનું ઉંઘમાં જ નિધન થઇ ગયું. જેકના નિધનથી આખો પરિવાર અને પત્ની બ્રેંડા ઘેરા આધાતમાં છે.
હોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર છે. 37 વર્ષીય ફેમસ સિંગર જેક ફ્લિન્ટનું નિધન થયું છે. લગ્નના થોડા કલાકો પછી જેકે દુનિયાને અલવિદા કહી દીધું. સૌથી દુઃખદ વાત એ છે કે સિંગરના લગ્ન 26મી નવેમ્બરે જ થયા હતા, લગ્ન પછી તે સૂઈ ગયો હતો અને ફરી ઉઠ્યો જ નહોતો.
કુટુંબ-મિત્રો અને નવી પરિણીત પત્ની બ્રેન્ડા ફ્લિન્ટ ઓક્લાહોમાના રહેવાસી જેક ફ્લિન્ટના અવસાનથી ખૂબ જ દુઃખી છે. જોકે, સિંગરના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી. સિંગરના અવસાનથી ફેન્સ પણ ખૂબ જ દુખી છે અને પોતાના ફેવરેટ સિંગરને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
જેક ફ્લિન્ટના પબ્લિસિસ્ટ ક્લિફ ડોયલે સિંગરના મૃત્યુની પુષ્ટિ કરી. ક્લિફના જણાવ્યા અનુસાર, 'જેક ફ્લિન્ટનું બ્રેન્ડા સાથેના લગ્નના થોડા કલાકો પછી, 26 નવેમ્બર, શનિવારે ઊંઘમાં મૃત્યુ થયું હતું. હોલીવુડ સિંગર જેક ફ્લિન્ટની પત્ની બ્રેન્ડા તેના પતિના આકસ્મિક નિધનથી આઘાતમાં છે. લગ્નના થોડા કલાકો પછી તમારા જીવનસાથીથી અલગ થવું ખૂબ જ પીડાદાયક છે.
મને તે પાછો જોઈએ છે!
દુખી બ્રેન્ડા ફ્લિન્ટે ફેસબુક પર એક હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. તે લખે છે, 'અમારે અમારા લગ્નની તસવીરો જોવી જોઈતી હતી, પરંતુ તેના બદલે મારે વિચારવું પડશે કે આ સમયે મારા પતિને કયા કપડામાં દફનાવવો. લોકોએ આટલું બધું દુખ ન મળવું જોઈએ. મારું દિલ ચાલ્યું ગયું છે, મને તેની જરૂર છે. હું ઇચ્છું છું કે તે પાછો આવે, હું આ સહન કરી શકતી નથી. મને તે પાછો જોઈએ છે'. બ્રેન્ડાની આ પોસ્ટ પર દુઃખ વ્યક્ત કરતા લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
પૂર્વ મેનેજર બ્રેન્ડા ક્લાઇન સિંગરને દીકરા સમાન માનતી હતી
જેક ફ્લિન્ટના મિત્ર અને ભૂતપૂર્વ મેનેજર બ્રેન્ડા ક્લાઈન પણ સિંગરના આકસ્મિક અવસાનથી દુઃખી છે. બ્રેન્ડાએ કહ્યું કે જેક ફ્લિન્ટ તેના માટે દીકરા સમાન હતો. સિંગરનું મૃત્યુ એક મોટી દુર્ઘટના છે. જેક ફ્લિન્ટના પરિવાર અને મિત્રોને સંવેદના મોકલીછે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર