Home /News /entertainment /

તબિયત લથડતાં 10 દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા: તેમને કોરોના થયો હતો,બાદમાં કાર્ડિયાક એરેસ્ટ આવ્યો

તબિયત લથડતાં 10 દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા: તેમને કોરોના થયો હતો,બાદમાં કાર્ડિયાક એરેસ્ટ આવ્યો

લાંબી માંદગી બાદ 82 વર્ષની વયે ભૂપેન્દ્ર સિંહનું અવસાન થયું.

જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું સોમવારે લાંબી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ 82 વર્ષના હતા. ભૂપિન્દરની પત્ની મિતાલીએ જણાવ્યું કે તેમનું સોમવારે અવસાન થયું છે અને અંતિમ સંસ્કાર મંગળવારે કરવામાં આવશે. તેમને પેટને લગતી બીમારી હતી. આ સમાચાર સામે આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત લોકો તેમને ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વધુ જુઓ ...

    ક્રિટિકેયર એશિયા હોસ્પિટલના ડિરેક્ટર ડૉ.દીપક નાનજોશીએ કહ્યું કે ભૂપિન્દરને 10 દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને પેટમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. આ સમય દરમિયાન તેમને કોરોના પણ થઈ ગયો હતો. સોમવારે સવારે તેમની તબિયત બગડી ગઈ હતી અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમને કાર્ડિયાક એરેસ્ટ થયો હતો અને સાંજે 7:45 વાગે તેમનું અવસાન થયું હતું.

    ફિલ્મમેકર અશોક પંડિતે એક ટ્વીટ કરી લખ્યું, ગાયક અને ગિટારવાદક ભૂપિન્દર સિંહનું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખાસ કરી સંગીત જગત માટે એક મોટી ખોટ છે. તેમની પત્ની મિતાલીજી અને પરિવારના પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. તેમના ગીતો દ્વારા તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. શાંતિ! તેમજ મ્યુઝિક ડાયરેક્ટર વિશાલ દદલાનીએ ટ્વીટ કરતા લખ્યું, 'તેમનો અવાજ તેમની ઓળખ છે, અને અમે તેમને હંમેશા યાદ રાખીશું.'

    ભૂપિન્દ્ર સિંહ 82 વર્ષના હતા. અમૃતસરમાં જન્મેલા ગાયક પરિવારમાં તેમની ભારતીય-બાંગ્લાદેશી પત્ની અને એક દીકરો છે. જ્યારે તેમના અંતિમ સંસ્કાર મંગળવાર એટલે કે આજે કરવામાં આવશે.

    ભૂપિન્દર સિંહે ‘મૌસમ’, ‘સત્તે પે સત્તા’, ‘અહિસ્તા અહિસ્તા’, ‘દૂરિયાં’, ‘હકીકત’, અને ઘણી અન્ય ફિલ્મોમાં તેમના યાદગાર ગીતો માટે યાદ કરવામાં આવશે. તેમના કેટલાક પ્રખ્યાત ગીતોમાં ‘હોકે મજબૂર મુઝે, ઉસને બુલાયા હોગા’, (મોહમ્મદ રફી, તલત મહેમૂદ અને મન્ના ડેની સાથે) ‘દિલ ઢૂંઢતા હૈ’, ‘દુક્કી પે દુક્કી હો કે સત્તે પે સત્તા’ ઘણા પ્રસિદ્ધ ગીતો છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन