Home /News /entertainment /

Bhupinder Singh Dies: 'નામ ગુમ જાયેગા' ગીતના દિગ્ગજ ગાયક ભૂપિંદર સિંહનું મુંબઇમાં નિધન

Bhupinder Singh Dies: 'નામ ગુમ જાયેગા' ગીતના દિગ્ગજ ગાયક ભૂપિંદર સિંહનું મુંબઇમાં નિધન

Bhupinder Singh : પ્રખ્યાત ગાયિકા અને ભૂપિંદર સિંહના પત્ની મિતાલી સિંહના જણાવ્યા અનુસાર, તેમના પતિને યુરિનરી ઈન્ફેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Bhupinder Singh : પ્રખ્યાત ગાયિકા અને ભૂપિંદર સિંહના પત્ની મિતાલી સિંહના જણાવ્યા અનુસાર, તેમના પતિને યુરિનરી ઈન્ફેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  Memorable Songs of Bhupinder Singh: 'નામ ગુમ જાયેગા', 'દિલ ઢૂંઢતા હૈ' જેવા ગીતો માટે જાણીતા ગઝલ ગાયક ભૂપિંદર સિંહનું (Bhupinder Singh) સોમવારે રાતે મુંબઈની એક હોસ્પિટલમાં શંકાસ્પદ આંતરડાના કેન્સર અને COVID-19ને કારણે મૃત્યુ થયું છે. તેમની પત્ની મિતાલી સિંહે સમાચાર એજન્સી પીટીઆઈને આ માહિતી આપી હતી.

  તમને જણાવી દઈએ કે, બોલિવૂડના પ્રખ્યાત ગાયક ભૂપિંદર સિંહ 82 વર્ષના હતા. પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં, ગાયકે એવા ઘણા ગીતો ગાયા છે, જે તેમની યાદોને હંમેશા આપણા હૃદયમાં જીવંત રાખશે. આ ગીતો દ્વારા તેમનો અવાજ સદીઓ સુધી આપણી વચ્ચે ગુંજતો રહેશે.

  તો ચાલો અમે તમને ભૂપિંદર સિંહના ચાર પ્રખ્યાત ગીતો વિશે જણાવીએ જે આજે પણ લોકોને ગણગણવા ગમે છે.

  1. દુનિયા છૂટે યાર ન છૂટે (ધર્મ કાંટા)
  2. 'થોડી સી જમીન થોડા આશમાન' (સિતારા)
  3. 'દિલ ઢૂંઢતા હૈ' (મોસમ)
  4. 'નામ ગુમ જાયેગા' (કિનારા)

  આ પ્રખ્યાત ગીતો સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકર સાથે ભૂપિંદર સિંહે ગાયા હતા. પ્રખ્યાત ગાયિકા અને ભૂપિંદર સિંહના પત્ની મિતાલી સિંહના જણાવ્યા અનુસાર, તેમના પતિને યુરિનરી ઈન્ફેક્શન બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પરીક્ષણ કર્યા બાદ તેમને કોવિડ-19 પોઝિટીવ ડીકેક્ટ થયો હતો. ગાયકે 'પીટીઆઈ-ભાષા'ને વધુમાં કહ્યું કે, 'ભૂપેન્દ્ર સિંહને આઠથી દસ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કારણ કે, તેમને કોઈ પ્રકારનું યુરિનરી ઈન્ફેક્શન હતું. તપાસ બાદ જાણવા મળ્યું કે, તે કોવિડ-19થી સંક્રમિત હતા. શંકાસ્પદ આંતરડાના કેન્સરને કારણે સાંજે લગભગ 7.45 વાગ્યે તેમનું અવસાન થયું. તેમને કોવિડ-19 હતો.

  સુષ્મિતા સેન ગોલ્ડ ડિગર નથી: એક્સ બોયફ્રેન્ડ  અમૃતસરમાં જન્મેલા, ગાયકના પરિવારમાં ભારત-બાંગ્લાદેશી પત્ની અને એક પુત્ર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રખ્યાત ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, "ભુપિન્દ્ર સિંહના નિધનથી, આપણે એક એવા કલાકારને ગુમાવ્યો છે, જેમના અવાજે ઘણી ગઝલોને અમર અને અવિસ્મરણીય બનાવી દીધી છે. તેમના ગીતો શ્રોતાઓના મનમાં ગુંજતા રહેશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Bollywood celebs, Lata Mangeshkar

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन