Home /News /entertainment /આ પંજાબી એક્ટ્રેસને ડેટ કરે છે રેપર બાદશાહ, 1 વર્ષ બાદ થયો ખુલાસો
આ પંજાબી એક્ટ્રેસને ડેટ કરે છે રેપર બાદશાહ, 1 વર્ષ બાદ થયો ખુલાસો
ફોટોઃ @badboyshah @isharikhi
સિંગર અને રેપર બાદશાહ હાલમાં એક ખૂબ જ સુંદર પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને ડેટ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને એક પાર્ટીમાં મળ્યા હતાં અને આશરે 1 વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે.
મુંબઈઃ સિંગર અને રેપર બાદશાહનાં પહેલાં લગ્ન તૂટ્યાં બાદ તેના પર સિંગલનું ટેગ લાગેલું હતું. પરંતુ હવે બાદશાહ સિંગલ રહ્યો નથી અને એક સુંદર પંજાબી એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાદશાહ હાલ પંજાબની એકટ્રેસ ઈશા રિખી સાથે રિલેશનશિપમાં છે. pinkvillaમાં છપાયેલાં એક રિપોર્ટ અનુસાર, બાદશાહ ઈશા રિખી સાથે રિલેશનશિપમાં છે.
રિલેશનશિપને રાખે છે લો પ્રોફાઈલ
જણાવી દઈએ કે, બાદશાહ હાલમાં જ વેબ સિરીઝ ‘Fabulous Lives Of Bollywood Wives’માં જોવા મળ્યો હતો. બાદશાહે થોડા સમય પહેલાં કરણ જોહર સાથે થયેલી વાતચીતમાં પોતાને સિંગલ જણાવ્યું હતું. પરંતુ હવે એવી ખબરો સામે આવી રહી છે કે બાદશાહ ઈશા ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને એક કૉમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતાં. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને હાલમાં તેઓ રિલેશનશિપમાં છે. જોકે બાદશાહ પોતાના પર્સનલ જીવનને લો પ્રોફાઈલ રાખવાનું પસંદ કરે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, બંને આશરે 1 વર્ષથી રિલેશનશિપમાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાદશાહ અને ઈશા રિખીએ તેના રિલેશનશિપ વિશે ઘરનાં લોકોને જણાવી દીધું છે. બંનેની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. ત્યારબાદ બંનેના વિચારોમાં ઘણી સમાનતા જોવા મળી હતી. બંને એકબીજાને ખૂબ જ પસંદ કરે છે. જોકે તેઓ રિલેશનશિપને લઈને બંને ઉતાવળ કરવા નથી માંગતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંનેએ એકબીજા વિશે તેમના પરિવારને જણાવી દીધું છે.
જણાવી દઈએ કે, બાદશાહનાં પહેલાં લગ્ન થઈ ચુક્યા છે. જોકે પત્ની સાથે વિવાદ બાદ બંને અલગ થઈ ગયા હતાં. બાદશાહની પત્ની જેસ્મીન હવે અલગ રહે છે. વર્ષ 2019માં બંને વચ્ચેના વિવાદની ખબર સામે આવી હતી. બંનેની એક દિકરી પણ છે. જોકે વિવાદ બાદ બંનેએ અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. જેસ્મીન દિકરી સાથે લંડનમાં રહે છે. ત્યારે બાદશાહ દિલ્હી, મુંબઈ અને ચંદીગઢમાં રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર