B Praak ની દીકરી જન્મતાની સાથે જ મૃત્યુ પામી, સિંગરે પોસ્ટ કરી માહિતી આપી
B Praak ની દીકરી જન્મતાની સાથે જ મૃત્યુ પામી, સિંગરે પોસ્ટ કરી માહિતી આપી
સિંગર B Praak ની દીકરી જન્મતાની સાથે જ મૃત્યુ પામી
બી પ્રાકે (Singer B Praak) ફેન્સને આ દુઃખદ સમાચાર આપ્યા છે. તેમણે પોસ્ટમાં લખ્યું, 'અમારે દુખ સાથે કહેવું પડે છે કે અમારા નવજાત બાળકનું જન્મ સમયે જ અવસાન થયું
બી પ્રાક (Singer B Praak) અને તેમની પત્ની મીરા બચ્ચન તેમના બીજા બાળક માટે ઉત્સાહિત હતા, પરંતુ બાળકીના જન્મ પછી તરત જ તેનું મોત થયું છે. બી પ્રાકે એક નિવેદન જાહેર કરીને ફેન્સને ખાસ વિનંતી કરી છે. તેઓ ઈચ્છે છે કે, આ મુશ્કેલ સમયમાં લોકો તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખે.
ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા બી પ્રાકે ફેન્સને આ દુઃખદ સમાચાર આપ્યા છે. તેમણે પોસ્ટમાં લખ્યું, 'અમારે દુખ સાથે કહેવું પડે છે કે અમારા નવજાત બાળકનું જન્મ સમયે જ અવસાન થયું. અમે માતા-પિતા તરીકે સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ.
તેમણે આગળ લખ્યું, 'અમે તમામ ડોકટરો અને સ્ટાફનો તેમના પ્રયાસો માટે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમે આ નુકસાનથી ખૂબ જ દુઃખી છીએ. અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો. તમને જણાવી દઈએ કે, બી પ્રાકે વર્ષ 2019માં મીરા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2020માં તે પ્રથમ વખત પિતા બન્યો હતો. તેમને એક પુત્ર છે.
થોડા સમય પહેલા એક નવું ગીત રિલીઝ થયું હતું
બી પ્રાકનું નવું ગીત 'ઈશ્ક નહીં કરતે' રિલીઝ થયાને હજુ વધુ સમય નથી થયો. આ ખૂબ જ ઈમોશનલ ગીત છે. બી પ્રાકે આ ગીત માત્ર ગાયું નથી પરંતુ જાની સાથે મળીને તેને કમ્પોઝ પણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગીત ઈમરાન હાશ્મીના જન્મદિવસના અવસર પર લોન્ચ કરવામાં આવ્યું હતું.
બીક પ્રાકની પત્ની મીરા બચ્ચન વ્યવસાયે ફિટનેસ ટ્રેનર છે, જે ગ્લેમર દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. જોકે, તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. લગભગ 51 હજાર લોકો તેને એકલા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે, જ્યાં તે અવારનવાર તેના વ્લોગ શેર કરે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર