Jagjit Kaur Death: વરિષ્ઠ સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર ખય્યામના પત્નીનું 93 વર્ષે નિધન

ખય્યામનાં પત્ની જગજીત કૌરનું નિધન

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં વરિષ્ઠ સિંગર તથા મ્યૂઝિક કમ્પોઝર ખૈય્યામના પતિ જગજીત કૌરનું (Jagjit Kaur) 93 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. જગજીત કૌર પોતે પણ સિંગર હતા. તેમણે 'પેહલે તો આંખ મિલાના..' 'તુમ અપના રંજ ઓ ગમ અપની પરેશાની મુઝે દે દો..' અને 'દેખ લો આજ હમકો' જેવા અનેક ગીતો ગાયા છે.

    આ પણ વાંચો- એક તરફ પતિ રાજ કુન્દ્રા છે જેલમાં, અને SHILPA SHETTY એ સ્વતંત્રતા દિવસે કરી આ વાત

    ખય્યામ જગજીત કૌર ચેરિટેબલ (Jagjit Kaur Death) ટ્રસ્ટના સ્પોકપર્સન પ્રીતિમ શર્માએ કહ્યું હતું કે જગજીત કૌરનાં નિધનની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું છે કે, રવિવાર, 15 ઓગસ્ટની સવારે છ વાગ્યાની આસપાસ જગજીત કૌરે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર વીલે પાર્લે સ્થિત પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે, વર્ષ 2019માં 92 વર્ષની ઉંમરે ખય્યામનું નિધન થયું હતું.

    આ પણ વાંચો- રાનૂ મંડલે ગાયું 'બચપન કા પ્યાર', VIDEO જોઇ બોલ્યા લોકો- 'ગાય તો સારુ જ છે.'

    જગજીત કૌરનાં ફિલ્મી કરિઅર અંગે વાત કરીએ તો, તેણે 50ના દાયકામાં પોતાની કરિયર શરૂ કરી હતી. તેમણે પંજાબી ફિલ્મ 'પોસ્તી', 'દિલ એ નાદન' જેવી ફિલ્મોમાં ગીત ગાયા હતા. અને વર્ષ 1954માં તેમણે સિંગર ખય્યામ સાથે લગ્ન કર્યાં હતાં. 1981માં આવેલી ફિલ્મ 'ઉમરાવ જાન'માં ખય્યામે સંગીત આપ્યું હતું. આ ફિલ્મમાં જગજીત કૌરે પણ ગીત ગાયું હતું.

    આ પણ વાંચો-Kim Kardashian: એક દિવસમાં પતિ સાથે 500 વખત સેક્સ કરતી આ હોલિવૂડ હસીના

    2016માં ખય્યામ તથા જગજીત કૌરે KPG ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટ આર્ટિસ્ટ તથા ટેક્નિશિયન્સને સપોર્ટ કરે છે.
    Published by:Margi Pandya
    First published: