કુવૈતમાં અદનાન સામીનાં સ્ટાફનું 'ઇન્ડિયન ડોગ્સ' કહી અપમાન, સુષમાએ કરી ત્વરિત કાર્યવાહી

News18 Gujarati
Updated: May 7, 2018, 12:14 PM IST
કુવૈતમાં અદનાન સામીનાં સ્ટાફનું 'ઇન્ડિયન ડોગ્સ' કહી અપમાન, સુષમાએ કરી ત્વરિત કાર્યવાહી

  • Share this:
નવી દિલ્હી: વિદેશ એરપોર્ટ પર ફરી એક વખત કોઇ ભારતીય અપમાનિત થયા છે. આ વખતે પ્રખ્યાત બોલિવૂડ સિંગર અદનાન સામી છે. જેની સાથે કુવૈત એરપોર્ટ પર ગેરવર્તણૂક થઇ છે. અદનાન સામીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, કુવૈતન એરપોર્ટ પર તેનાં સ્ટાફની સાથે દૂર્વ્યવહાર થયો છે. અને તેમને 'ઇન્ડિયન ડોગ્સ' કહેવામાં  આવ્યા છે. અદનાન સામીએ તેની ટ્વિટમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ટેગ કર્યા હતાં. જે બાદ આ મામલે સુષમા સ્વરાજે એક્શન લીધા છે.

કુવૈત એરપોર્ટ પર ભેદભાવનો શિકાર થયેલા અદનાન સામી અહીં એક લાઇવ શો માટે તેમનાં સ્ટાફ સાથે ગયા હતાં. જ્યાં એરપોર્ટ પર ઇમીગ્રેશન વાળાઓએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. અદનાન સામીએ આ મામલે ટ્વિટર પર લખ્યું કે, 'કુવૈત, અમે તમારા શહેરમાં પ્રેમથી આવ્યા હતાં. પણ આપે બિલ્કૂલ સાથ ન આપ્યો. કૂવૈત એરપોર્ટ પર ઇમીગ્રેશનવાળાઓએ કોઇપણ કારણ વગર મારા સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી છે.'


સામીનાં બચાવમાં કિરણ રિજિજૂ

અદનાન સામીનાં બચાવમાં આવતા કિરણ રિજિજૂએ લખ્યુ છે કે, 'તેમણે સ્ટાફને ઇન્ડિયન ડોગ્સ કહ્યાં. તો જ્યારે તમારો સંપર્ક કરવામાં આવ્યો તો તમે કેમ કઇ ન કર્યું,  આવો વ્યવહાર કરવાની તમારી હિંમત કેવી રીતે થઇ.' સામીએ ટ્વિટ પર કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂને જવાબમાં લખ્યું, 'તે જાણીને ખરાબ લાગવ્યું. આપણી સૌથી ડાયનામિક વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આ માલે એક્શન લીધા છે. કૃપયા તેમની સાથે વાત કરજો.'સુષમા સ્વરાજનો માન્યો આભાર
તેનાં જવાબમાં અદનાને લખ્યું, 'આપની ચિંતા માટે આભાર. સુષમા સ્વરાજથી મારી વાતચીત ચાલુ છે. અને તે અમારા લોકોનું ધ્યાન રાખી રહ્યાં છે. મને ગર્વ છે કે તે આપણી વિદેશ મંત્રી છે.'સોફિયા ચૌધરીએ પણ લખી વ્યથા
સોફિયાએ લખ્યુ કે, કુવૈતમાં મારી સાથે પણ ખરાબ વ્યવહાર થયો હતો. એરલાઇન અને ઇમીગ્રેશન એટલું અઘરું હતું કે, અમારી એક ફ્લાઇટ મિસ થઇ ગઇ હતી.અને બહાર નીકળવા સમયે એમીરેટ્સની ફ્લાઇટ બૂક કરાવવી પડી હતી.

First published: May 7, 2018, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading