ન્યૂઝ18 ગુજરાતી: રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'સિમ્બા' થર્ડ વીકમાં પણ તાબડતોડ કમાણી કરી રહી છે. અત્યાર સુધી ફિલ્મે ભારતમાં 227.71 કરોડની કમાણી કરી છે. 28 ડિસેમ્બર, 2018ના રોજ રીલિઝ થયેલી ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ છે. એન્ટરટેઇનમેન્ટથી ભરપૂર સિમ્બા રોહિત શેટ્ટીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.
ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ટ્વિટ કરી સિમ્બાના કલેક્શનની જાણકારી આપી છે. સિમ્બા રોહિત શેટ્ટીની ચેન્નાઇ એક્સપ્રેસના લાઇફટાઇમ કલેક્શનને પાર કરી ગઇ છે. ફિલ્મે થર્ડ વીકમાં શુક્રવારે 2.60 કરોડ, શનિવારે 4.51 કરોડ, રવિવારે 5.30 કરોડ અને સોમવારે 2.86 કરોડની કમાણી કરી હતી. સિમ્બાએ ભારતમાં કુલ 228 કરોડનું કલેક્શન કર્યું છે. જે જોતાં ફિલ્મ 250 કરોડ ક્લબમાં સામેલ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
#Simmba crosses *lifetime biz* of #ChennaiExpress and emerges Rohit Shetty’s highest grosser... [Week 3] Fri 2.60 cr, Sat 4.51 cr, Sun 5.30 cr, Mon 2.86 cr. Total: ₹ 227.71 cr. India biz. BLOCKBUSTER.
રોહિત શેટ્ટીની 'ચેન્નાઇ એક્સપ્રેસ'નું લાઇફટાઇમ કલેક્શન 227.13 કરોડ હતું. દરેક ફિલ્મ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મનું કલેક્શન વધી રહ્યું છે. ચેન્નાઇ એક્સપ્રેસ (227.13 કરોડ) અને ગોલમાલ અગેન (205.69 કરોડ)ની કમાણીથી આગળ નીકળી સિમ્બા રોહિત શેટ્ટીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે.
સિમ્બા, ડાયરેક્ટરની 8મી ફિલ્મ છે, જે 100 કરોડ ક્લબમાં સામેલ થઇ છે. જાણે રોહિત શેટ્ટીની ફિલ્મ 100 કરોડ ક્લબની ગેરન્ટી બનતી જાય છે. સાથે જ સિમ્બાએ રણવીર સિંહ અને સારા અલી ખાનના કરિયરમાં પણ ચાર ચાંદ લગાડ્યા છે. આ સારા અલી ખાનની બીજી ફિલ્મ છે. તેની પહેલી ફિલ્મ કેદારનાથ હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર