Home /News /entertainment /

સિદ્ધૂ મૂસેવાલાએ વગાડ્યું 'જવાની મે ઉઠેગા જનાજા' ગીત, અને ત્યારે જ ચાલી ગાડી પર ગોળીઓ, કારમાં હાજર મિત્રનો ખુલાસો

સિદ્ધૂ મૂસેવાલાએ વગાડ્યું 'જવાની મે ઉઠેગા જનાજા' ગીત, અને ત્યારે જ ચાલી ગાડી પર ગોળીઓ, કારમાં હાજર મિત્રનો ખુલાસો

સિદ્ધૂનાં મિત્રનો ખુલાસો

Sidhu Moose Wala Death: સિદ્ધૂ મૂસેવાલા પર હુમલા પહેલાં તેની કારમાં તેની The Last Ride ગીત વગાડાવ્યું હતું. ગીત ચાલતું જ હતું કે કાર પર ધડાધડ ગોળીઓનો વરસાદ થવા લગા્યો. આ વાત કારમાં હાજર સિદ્ધૂનાં મિત્ર ગુરવિંદર સિંહે જણાવી હતી.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધૂ મૂસેવાલાની હત્યાકાંડનાં થોડા સમય પહેલાં જ જે ઘટના બની હતી તે વિશે તેની ગાડીમાં હાજર મિત્ર ગુરવિંદર સિંહે તેનાં વિશે વાત કરી છે. મિત્રનાં જણાવ્યાં અનુસાર, સિદ્ધૂ પર ગોળીઓ વરસાવવાની ઘટના બની તે પહેલાં ગાડીમાં તેણે 'ઉઠેગા જવાની વિચ જનાઝા મિઠિયે..' ગીત વગાડ્યું હતું.

    સિદ્ધૂની કાર પર હુમલામાં ગુરવિંદર સિંહ પણ ઇજાગ્રસ્ત થયો કહતો. અને હાલમાં લુધિયાણાનાં DMC હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલું છે. ગુરવિંદર સિંહ, સિદ્ધૂ હત્યા કાંડનો મુખ્ય શાક્ષી છે. કારણ કે તે અને સિદ્ધૂનો અન્ય મિત્ર બે જ જાણ સિદ્ધૂની સાથે કારમાં હાજર હતા.

    સિદ્ધૂનીએ કહ્યું હતું કે, થાર ગાડી લઇન જઇએ... પોતાની પસંદનું સોંગ વગાડાવ્યું હતું- ગુરૂવિંદર સિંહે જણાવ્યું હતું કે, મે તેને કહ્યું કે, આપણે બુલેટપ્રૂફ ગાડીમાં જઇએ.. પણ સિદ્ધૂએ કહ્યું કે, ના થારથી જઇશું. સાક્ષી ગુરવિંદર સિંહે એમ પણ કહ્યું કે, ગોળી ચાલવાંનાં ઠીક પહેલાં, 'ઉઠેગા જવાની વિચ જનાજા મિઠીયે...' ગીત સાંભળાઇ રહ્યું હતું. તે પણ સિદ્ધૂની ફરમાઇશ પર જ મુકવામાં આવ્યું હતું.

    નવેમ્બર મહિનામાં થવાનાં હતાં લગ્ન

    થોડા સમય પહેલાં જ મૂસેવાલાની માતા ચરણ કૌરે કન્ફર્મ કર્યુ હતુંકે, તેનાં લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે, 'થોડા સમય બાદ તે બેચલર નહીં રહે. અમેતેનાં લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે આ વર્ષનાં અંતમાં ઇલેક્શન પછી લેવામાં આવશે.' આ પહેલાં વાતો હતી કે તે એપ્રિલ મહિનામાં લગ્ન કરશે. પણ પંજાબમાં ચૂંટણી માર્ચ મહિનામાં હોવાથી તેનાં લગ્ન નવેમ્બર મહિનામાં પાછળ ઠેલવવામાં આવ્યાં હતાં. સિદ્ધૂ મૂસેવાલાનાં લગ્ન જે યુવતી સાથે નક્કી થયા હતાં તેનું નામ અમનદીપ કૌર છે. બે વર્ષ પહેલાં તેમનાં લગ્ન નક્કી થયા હતાંતે સંગરેડ્ડી ગામની રહેવાસી છે. અમનદીપ કૌર કેનેડિયન પીઆર ધાવે છે.

    પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે શરીરની આર પાર નીકળી છે 24 ગોળીઓ

    પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધૂ મૂસેવાલા (Singer Sidhu Moose Wala) નું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઇ ગયું છે. સોમવારે રાત્રે પાંચ ડોક્ટર્સની પેનલે મૂસેવાલાનાં મૃત શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. રિપોર્ટ અત્યાર સુધી પોલીસની સાથે શેર કરવામાં આવી નથી. પણ સૂત્રો અનુસાર, હુમલાવરો પાસે અત્યાધુનિક બંદૂકો હતી. જેમાંથી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 24 ગોળીઓ મૂસેવાલાનાં શરીરને આરપાર નીકળી ગઇ હતી. જ્યારે એક માથાનાં હાડકામાં ફસાઇ ગઇ હતી. મનસા જિલ્લા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન મુસેવાલાના શરીર પર બે ડઝન ગોળીઓના ઘા મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું છે. તે જ સમયે, આંતરિક અંગોમાં ઇજાઓ પણ પુષ્ટિ મળી છે. એવું કહેવામાં આવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી, વિસેરાના નમૂનાઓ સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. જોકે, હોસ્પિટલે પોસ્ટમોર્ટમના પરિણામો પોલીસ સાથે શેર કર્યા નથી. મૃતક સિદ્ધુ મુસેવાલાનો પરિવાર પોસ્ટમોર્ટમ ન કરાવવા પર અડગ હતો. પરિવારની માંગ હતી કે હત્યાની તપાસ હાઈકોર્ટના જજના નેતૃત્વમાં થવી જોઈએ અને આ માટે NIA-CBIની મદદ લેવામાં આવે
    Published by:Margi Pandya
    First published:

    Tags: Gurvinder singh, Punjab government, Punjabi singer, Sidhu Moose Wala

    આગામી સમાચાર