Home /News /entertainment /Sidhu Moose Wala: મૂસેવાલા જેને ગુરુ માનતો હતો, તેનું મોત પણ પીડાદાયક હતું
Sidhu Moose Wala: મૂસેવાલા જેને ગુરુ માનતો હતો, તેનું મોત પણ પીડાદાયક હતું
જાણો કોણ હતું સિદ્ધૂ મૂસેવાલાનાં ગુરૂ ટુપેક શકુર
ટુપેકનું નામ વિશ્વના બેસ્ટ રેપરમાં સામેલ છે. તેના ગીતોમાં સામાજીક મુદ્દાઓની ઝલક પણ જોવા મળે છે. તેમના So Many Teachers, કેલિફોર્નિયા લવ અને 2 ઓફ અમેરિકાઝ મોસ્ટ વોન્ટેડ જેવા અમુક ગીતો ફેમસ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટુપેકનું મોત પણ સિદ્ધ મૂસેવાલાની જેમ જ થયું હતું.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પંજાબના લોકપ્રિય ગાયક અને કોંગ્રેસના નેતા શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધૂ મૂસેવાલાની રવિવારે સાંજે ગેંગસ્ટરોએ ગોળી મારીને હત્યા (sidhu Moose wala Murder) કરી દીધી હતી. સિદ્ધૂના મોતથી તેના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. સિદ્ધૂના મૃત્યુને સંજોગ કહો કે નસીબ, દુર્ભાગ્ય કે વિડંબના એ કલાકાર કે જેને સાંભળીને સિદ્ધૂએ ગાતા શીખ્યું, તેમને સફળતા અને મૃત્યુ બંને બરાબર જ મળ્યા,
કઇ રીતે જાગી સિંગર બનવાની ઇચ્છા?
સિદ્ધૂનું મન બાળપણથી જ અભ્યાસ કરતાં સંગીતમાં વધુ હતું. પંજાબી સ્ટીરિયોટાઇપને તોડીને તે સ્કૂલના દિવસોમાં ઇંગ્લિશ રેપ અને હિપ-હોપ મ્યુઝિકમાં (Hip Hop Music) રસ ધરાવતો હતો. આ દરમિયાન અમેરિકન રેપર ટુપેક શકુરના (Tupac Shakur) ગીતોએ સિદ્ધૂના મન પર ઉંડી છાપ છોડી હતી. સિદ્ધૂ ટુપેકના સોંગ સાંભળતો અને તેનો અર્થ સમજવાના પ્રયાસો કરતો હતો. ધીમે-ધીમે સિદ્ધૂએ ટુપેકના ગીતોની સ્ટાઇલને કોપી કરવાની શરૂ કરી દીધુ અને પંજાબીમાં પોતાના ગીતો કમ્પોઝ કરવા લાગ્યો હતો.
કોણ હતો ટુપેક શકુર?
ટુપેકનું નામ વિશ્વના બેસ્ટ રેપરમાં સામેલ છે. તેના ગીતોમાં સામાજીક મુદ્દાઓની ઝલક પણ જોવા મળે છે. તેમના So many Teachers, કેલિફોર્નિયા લવ અને 2 ઓફ અમેરિકાઝ મોસ્ટ વોન્ટેડ જેવા અમુક ગીતો ફેમસ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટુપેકનું મોત પણ સિદ્ધ મૂસેવાલાની જેમ જ થયું હતું.
ટુપેક શકુર
ગોળી મારીને કરી ટુપેકની હત્યા
ટુપેક શકુર અને સિદ્ધૂ મૂસેવાલાની સિંગિંગ અને સક્સેસ લાઇફ જેટલી સરખી છે, તેમનું મોત પણ આવું જ દર્દનાક રીતે થયું હતું. 7 સપ્ટેમ્બર, 1996માં લોસ એન્જલસમાં એક અજાણ હુમલાખોરે કારમાં બેઠેલા ટુપેકની ગોળી મારીને હત્યા કરી હતી. ટુપેક માત્ર 25 વર્ષનો હતો. આ ઘટનાના લગભગ 25 વર્ષ બાદ પંજાબના માનસા જીલ્લામાં પણ બિલકુલ આવી જ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં હુમલાખોરના નિશાને સિદ્ધૂ મૂસેવાલા હતો.
સિદ્ધૂની મોત બાદ તેનું છેલ્લુ ગીત ‘ધ લાસ્ટ રાઇડ’ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. આ ગીતને સાંભળીને લાગે છે જાણે સિદ્ધૂએ પોતાનું ભવિષ્ય પહેલાથી જ ભાખી લીધું હોય. સિદ્ધૂએ ગીતમાં જુવાનીમાં પોતાના મોતનો ઉલ્લેખ કર્યો છે. એક લાઇનમાં સિદ્ધૂએ કહ્યું છેકે, ‘જુવાનીમાં જ અર્થી ઉઠશે’. સિદ્ધૂના આ છેલ્લા શબ્દોને સાંભળીને ફેન્સ પણ ખૂબ દુઃખી છે.
સિદ્ધૂના મોત બાદ સોશ્યલ મીડિયા પર તેનું 295 સોંગ પણ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. આ ગીતને ફેન્સ તેના મોતની તારીખ સાથે કનેક્ટ કરી રહ્યા છે. હકીકતમાં સિદ્ધૂની હત્યા પણ મે મહીનાની 29 તારીખે (29-05-2022) થઇ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર