124 મિનિટની આ ક્રાઇમ કોમેડી ડીજે ટિલ્લુ (DJ Tillu) ફિલ્મને યુ/એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ 8 કરોડના બજેટ પર બનાવવામાં આવી હતી અને તેણે બોક્સ ઓફિસ (Box Office) પર 27.5 કરોડની કમાણી કરી હતી
વિમલ કૃષ્ણા (Vimal Krushna) દિગ્દર્શિત ક્રાઇમ કોમેડી ડીજે ટિલ્લુ (DJ Tillu) 12 ફેબ્રુઆરીએ થિયેટરોમાં આવી હતી અને ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જ્યાં એક તરફ ઘણા લોકોએ ફિલ્મની પ્રશંસા કરી ન હતી, તો બીજી તરફ કેટલાક લોકોએ તેના રમૂજી સંવાદો અને સિદ્ધુ જોનાલગડ્ડા (Sidhu Jonnaladadda)ના અભિનયના વખાણ કર્યા હતા. હવે આ ફિલ્મ આવતા રવિવારે સ્ટાર મા ચેનલ પર સાંજે 6:30 વાગ્યે ટીવી પ્રીમિયર (Television Premiere) માટે તૈયાર છે.
આ ફિલ્મ હાલમાં તેલુગુ ઓટીટી પ્લેટફોર્મ આહા પર સ્ટ્રીમ થઇ રહી છે. જેણે તેના થિયેટર પછીના ડિજિટલ સ્ટ્રીમિંગ રાઇટ્સ ખરીદ્યા બાદ જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. 124 મિનિટની આ ફિલ્મને યુ/એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ 8 કરોડના બજેટ પર બનાવવામાં આવી હતી અને તેણે બોક્સ ઓફિસ પર 27.5 કરોડની કમાણી કરી હતી.
એક્ટિંગ ઉપરાંત સિદ્ધુએ આ ફિલ્મની પટકથા અને ડાયલોગ્સમાં પણ યોગદાન આપ્યું છે. સિદ્ધુએ આ ફિલ્મમાં તેલંગાણાની બોલીનો પણ સંપૂર્ણ લહેકો લીધો છે. આ ફિલ્મમાં એક આળસુ માણસ બાળ ગંગાધર તિલકની વાર્તા છે, જે પોતાને ટિલ્લુ કહે છે. તે તેના જીવનનો મોટો ભાગ છોકરીઓનો પીછો કરવામાં અને રંગબેરંગી કપડાં પહેરીને ડી.જે. હોવાનો દાવો કરવામાં વિતાવે છે.
જ્યાં સુધી તે રાધિકાને ન મળે ત્યાં સુધી તેનું જીવન આમ જ ચાલતું રહે છે. રાધિકાનું પાત્ર થોડું જટિલ છે, જે દર્શકો અને ટિલ્લુમાં પણ અવિશ્વાસ પેદા કરે છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ રાધિકા અને ટિલ્લુ ઘણી જટિલ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે.
સિદ્ધુ ઉપરાંત નેહા શેટ્ટી, ચંદ્રમોગલી મડેમ, સંગર, પ્રાગથી, નરા શ્રીનિવાસ પણ આ ફિલ્મનો હિસ્સો છે. સીથારા એન્ટરટેઈનમેન્ટ્સ દ્વારા ડીજે ટિલ્લુને બેંકરોલ કરવામાં આવ્યું છે. નેહા શેટ્ટી દરેક ફ્રેમમાં ખૂબસુરત લાગી રહી છે. આ ફિલ્મની મુખ્ય વિશેષતાઓમાંની એક તેનું સંગીત છે. ટિલ્લુ અન્ના ડીજે પેડીથે ગીત રામ મિરિયાલાએ કમ્પોઝ કર્યું છે અને ગાયું છે. કાસરલા શ્યામે ગીતો લખ્યા છે. તમે આ લેગ-ટેપિંગ ગીત પર ગ્રુવિંગ કરવામાં પોતાને રોકી શકતા નથી. સિદ્ધુ પણ ડીજેના પાત્રમાં એકદમ ઉંડો ઉતરી ચૂક્યો છે.
સિદ્ધુ અને નેહાની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી આ રોમેન્ટિક ગીત દ્વારા સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવી છે. શ્રીચરણ પકાલાના સંગીત અને અનિરુદ્ધ રવિચંદરના કંઠમાં આ રોમેન્ટિક ગીત તમારા મનન આનંદ કરાવે તેવું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર