Throwback: સિદ્ધાર્થ શુક્લા જ્યારે પિત્રાઇનાં લગ્નમાં ફૂલોની માળા પહેરીને કર્યો હતો ડાન્સ

(Photo-sana_sidnaaz_ /Instagram )

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને શહનાઝ ગિલ (Shehnaaz Gill)નાં એક ફેન પેજે એક્ટરની થ્રો બેક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં સિદ્ધાર્થ ખુબજ ક્યૂટ અને હેન્ડસમ લાગે છે. સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થઇ રહી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ની યાદોને ભુલાવવી ફેન્સ માટે સહેલી નથી. ગત 2 સ્પટેમ્બરનાં હાર્ટ એટેકથી એક્ટરનો જીવ ગયો હતો. 'બિગ બોસ 13' (Bigg Boss 13) વિનર સિદ્ધાર્થ શુક્લાને શો દરમિયાન ખુબજ પોપ્યુલારિટી મળી હતી. સિદ્ધાર્થનાં નિધન બાદથી જ તેનાં પરિવાર મિત્રો અને ચાહનારાઓ તેની સાથે જોડાયેલી યાદો શેર કરી રહ્યાં છે. હાલમાં એક્ટરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તે તેની પિત્રાઇનાં લગ્નમાં ડાન્સ કરતો નજર આવે છે.

    આ પણ વાંચો-રાજ કુન્દ્રાને બચાવવાં શિલ્પાનાં બોડીગાર્ડે કારની આગળ દોડીને ભીડ ભેગી થતી અટકાવી, VIDEO જોઇ લોકોએ કરી સલામ

    સિદ્ધાર્થ શુક્લા શહેનાઝ ગિલનાં એક ફેન પેજે એક્ટરની થ્રોબેક તસવીર શેર કરી છે. આ ફોટોમાં સિદ્ધાર્થ ખુબજ ક્યૂટ અને હેન્ડસમ નજર આવી રહ્યો છે. તે ગ્રે કલરનાં સૂટ પહેરેલાં નવવિવાહિત જોડાની સાથે સ્ટેજ પર પોઝ આપતી નજર આવે છે. આ તસવીરમાં સિદ્ધાર્થની સ્માઇલ ફરી એક વખત ફેન્સનું દિલ જીતી લીધુ છે. લગ્નનાં આ સમય પર જે રીતે ફોટો સેશન કરવામાં આવે છે. તે અંદાજમાં સિદ્ધાર્થ મસ્તી કરતો નજર આવે છે. આ ફેન પેજ પર ઘણાં ફોટા શેર કર્યા છે.



    એક ફોટોમાં સિદ્ધાર્થ ફૂલોની માળા ગળામાં નાંખી ડાન્સ કરતી નજર આવે છે. જ્યારે એક ફોટોમાં દુલ્હનની સાથે ફોટો ખેંચાવતો નજર આવે છે. સિદ્ધાર્થની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.



    આ તો સૌ કોઇ જાણે છે, 'બિગ બોસ'નાં ઘરમાં રહેતા સિદ્ધાર્થ અને શહનાઝ ગિલની વચ્ચે નિકટતા વધી હતી. ફેન્સને પણ આ જોડીનો ખુબ પ્રેમ મળ્યો. સિદ્ધાર્થનાં અચાનક નિધનથી તેનાં પરિવાર હજુ પણ આઘાતમાં છે. શહનાઝ પણ હજુ સુધી સિદ્ધાર્થનાં ગમમાંથી બહાર નથી નીકળી શકી.

    આપને જણાવી દઇએ કે, 2 સ્પ્ટેમ્બરનાં સિદ્ધાર્થનું 40ની વયે હાર્ટએટેકથી નિધન થઇ ગયુ હતું. સિદ્ધાર્થનાં નિધનથી સૌ કોઇ આઘાતમાં છે. આટલાં ફિટ દેખાતાં વ્યક્તિ કેવી રીતે હાર્ટ એટેકથી નિધન થઇ ગયું હતું.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: