‘બિગ બોસ 13’ (Bigg Boss 13) વિનર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)એ દુનિયાને એકાએક અલવિદા કહી દીધું અને લોકો આજ સુધી એ નથી ભૂલ્યા. તેઓ છેલ્લી વખત પોતાના ફેવરેટ એક્ટરને પડદા પર ડાન્સ અને એક્ટિંગ કરતો જોઈ શકશે. શહેનાઝ ગિલ (Shehnaaz Gill) સાથે સિદ્ધાર્થનું છેલ્લું સોંગ ‘અધૂરા’ (Adhura) ટૂંક સમયમાં જોવા મળશે અને તેનું ફર્સ્ટ પોસ્ટર તાજેતરમાં રજૂ થયું છે. સિડનાઝનો આ છેલ્લો મ્યુઝિક વિડીયો 21 ઓક્ટોબરે રિલીઝ થવા માટે તૈયાર છે. ‘અધૂરા’નું પોસ્ટર જોઈને ફેન્સ ભાવુક થઈ રહ્યા છે. તો આ ગીતમાં પોતાનો અવાજ આપનારી ગાયિકા શ્રેયા ઘોષાલે (Shreya Ghoshal) સિદ્ધાર્થને સ્ટાર કહ્યો છે.
‘અધૂરા’ (Adhura) સોંગ શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) અને અર્કો પ્રાવો મુખર્જી (Arko Pravo Mukherjee)એ ગાયું છે. સિદ્ધાર્થ શુક્લાએ નિધન પહેલાં જ શહેનાઝ ગિલ સાથેના મ્યુઝિક વિડીયોમાં કામ કર્યું હતું. સિડનાઝના ફેન્સ માટે આ ગીત અત્યંત સ્પેશ્યલ છે. સિંગર શ્રેયા ઘોષાલે અધૂરા સોંગના પોસ્ટરને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘તે એક સ્ટાર હતો અને હંમેશા રહેશે... લાખો દિલોનો પ્રેમ હંમેશા માટે ચમકતો રહેશે.’
શ્રેયાએ આગળ લખ્યું કે, ‘અધૂરું છે તો પણ પૂરું રહેવાનું છે. સિડનાઝનું આ છેલ્લું સોંગ, દરક ફેનની ઈચ્છા, હંમેશા માટે આપણા દિલોમાં જીવિત રહેશે.’ અધૂરાના ફર્સ્ટ લુક પોસ્ટરની ટેગ લાઈનમાં લખ્યું છે- ‘એક અધૂરું ગીત, એક અધૂરી વાર્તા, એક સિડનાઝનું ગીત.’
પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે સિદ્ધાર્થ શુક્લા સ્માઈલ કરીને શહેનાઝનું નાક ખેંચે છે. સિદ્ધાર્થ શુક્લાનું છેલ્લું ગીત જોવા માટે ચાહકો આતુર છે.
સોશ્યલ મીડિયા પર આ પોસ્ટર જોઈને ફેન્સ ઈમોશનલ પણ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘આ પોસ્ટરે મને ભાવુક કરી નાખ્યો. આ ગીતને જોવા માટે હું વધુ રાહ નથી જોઈ શકતો.’ અન્ય એકે લખ્યું કે, ‘સિદ્ધાર્થ હંમેશા દિલમાં રહેશે. ‘અધૂરા’ હિટ થશે. તો કેટલાંક ફેન્સે ગીતના ટાઈટલને લઈને નારાજગી દર્શાવી છે. એક સિડનાઝ ફેને લખ્યું કે અમને ગીતનું ટાઈટલ #habit જ જોઈએ, પ્લીઝ મેમ #Sidnaaz પોતાનામાં જ પૂરું છે. પ્લીઝ અમારા ઇમોશન્સ સાથે રમત ન કરો. #sidharthshukla #shehnaazgill
ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ શુક્લા પોતાના નિધન પહેલાં શહેનાઝ ગિલ સાથે જે મ્યુઝિક વિડીયોમાં કામ કરી રહ્યો હતો, તેનું ટાઈટલ હેબિટ (habit) હતું. જોકે, તેમના નિધનથી બધું જ બદલાઈ ગયું. એવામાં મેકર્સે ટાઈટલ બદલીને ‘અધૂરા’ કરી નાખ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર