સિદ્ધાર્થની માતાએ ધ્રુજતા હાથે, હૈયા ફાટ રુદન સાથે દીકરાને આપી મુખાગ્નિ, હાજર સૌ કોઇની આંખો હતી ભીની

સિદ્ધાર્થની માતાએ આપી મુખાગ્નિ

Sidharth Shukla Death: 10.30 વાગ્યે કૂપર હોસ્પિટલની ડોક્ટર્સની ટીમે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલનાં ડૉક્ટર્સે 'ડેથ બિફોર અરાઇવલ' જાહેર કર્યું હતું. જે બાદ ગુરવારે ત્રણ વાગ્યા બાદ સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સાડાઆઠ વાગ્યા સુધીમાં પૂરું થયું હતું. સિદ્ધાર્થના (Cremation Ceremony) અંતિમસંસ્કાર ત્રીજી સપ્ટેમ્બરના રોજ બપોરે અઢી વાગ્યા બાદ ઓશિવારા સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતા.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લાનું (RIP Sidharth Shukla) 40 વર્ષે હાર્ટએટેથી નિધન થઇ ગયું છે. સિદ્ધાર્થની આકસ્મિક વિદાયથી (Sidharth Shukla Death) તેનો પરિવાર, પ્રિયજન, મિત્રો અને ફેન્સ સૌ કોઇ દુખી છે. 2 સપ્ટેમ્બરના રોજ સવારે 9.30 વાગ્યે સિદ્ધાર્થને કૂપર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. 10.30 વાગ્યે કૂપર હોસ્પિટલની ડોક્ટર્સની ટીમે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલનાં ડૉક્ટર્સે 'ડેથ બિફોર અરાઇવલ' જાહેર કર્યું હતું. જે બાદ ગુરવારે ત્રણ વાગ્યા બાદ સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સાડાઆઠ વાગ્યા સુધીમાં પૂરું થયું હતું. સિદ્ધાર્થના (Cremation Ceremony) અંતિમસંસ્કાર ત્રીજી સપ્ટેમ્બરના રોજ બપોરે અઢી વાગ્યા બાદ ઓશિવારા સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો-સિદ્ધાર્થની માતા અને શહનાઝ રડી રડીને થઇ અડધી, ઠાઠડી બાંધવાંમાં થઇ મુશ્કેલી જુઓ PHOTOS

    શહનાઝ ગિલે સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કાર (Sidharth Shukla Last Rites) પહેલાં એક વિશેષ પૂજા કરી હતી. . સિદ્ધાર્થની માતાએ તેને પરવાનગી આપી હતી અને આ પૂજા સમયે સિદ્ધાર્થની બહેન શહનાઝની બાજુમાં બેઠેલી નજર આવી હતી. સિદ્ધાર્થની માતા દ્વારા તેને મુખાગ્ની આપવામાં આવી હતી. આ સમયે માતાની સ્થિતિ ખુબજ દયનીય હતી. તેમનો હાથ ધ્રુજતો હતો અને આંખોમાં ચોધાર આંસુ હતાં.

    આ પણ વાંચો-PHOTOS: સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ દર્શન માટે આવી શહનાઝ ગીલ, તેને જોઇ ફેન્સ રડી પડ્યાં



    બ્રહ્મકુમારી વિધિથી થયા અંતિમ સંસ્કાર
    સિદ્ધાર્થનાં અંતિમસંસ્કાર બ્રહ્મકુમારી સમાજની વિધિ પ્રમાણે થયા હતાં. . અહીં બ્રહ્માકુમારી સાથે જોડાયેલા 4 લોકોએ પોતાના રીત-રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કર્યા હતા. સિદ્ધાર્થ શુક્લાની માતા રીતા શુક્લાએ મુખાગ્નિ આપ્યો હતો. આ સમયે દરેકની આંખોમાં આંસુ હતાં. ઉલ્લેખનીય છે કે આ જ સ્મશાનમાં 'બાલિકાવધૂ' ફઇમ પ્રત્યુષા બેનર્જીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

    સિદ્ધાર્થનાં નામની બૂમ પાડી એમ્બ્યુલન્સ તરફ દોડી હતી શહનાઝ
    શહનાઝ ગિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે જોયા બાદ તેનાં ફેન્સનું દિલ તુટી ગયુ છે આંખો ભીની થઇ ગઇ છે. તેનાં ભાઇ સાથે તે નજર આવી રહી છે. શહનાઝ જેમ શ્મશાન ઘાટનાં ગેટ પર પહોંચે છે. સિદ્ધાર્થનાં નામની બૂમો પાડતા એમ્બ્યુલન્સ તરફ ભાગતી નજર આવે છે. જે એમ્બ્યુલન્સમાં તેનો પાર્થિવ દેહ રાખ્યો હતો.
    Published by:Margi Pandya
    First published: