પ્રભાસ (Prabhas)ની આદિપુરુષ (Adipurush) એક મેગા બજટ ફિલ્મ છે. જેમાં પ્રભાસ ખુદ કૃતિ સેનની સાથે નજર આવશે. તો આ ઉપરાંત સૈફ અલી ખાન અને સની સિંહ પણ ફિલ્મમાં મહત્વનાં પાત્રમાં છે. ફિલ્મને ઓમ રાઉત ડિરેક્ટ કરી રહ્યાં છે અને ભૂષણ કુમાર તેને પ્રોડ્યૂસ કરે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 13 વિનર અને એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ની લોકપ્રિયતામાં રિયાલિટી શો બાદ જબરદસ્ત વધારો થયો છે. એક બાદ એક સિદ્ધાર્થની પાસે નવાં નવાં પ્રોજેક્ટ્સ આવી રહ્યાં છે. હાલમાં જ સિદ્ધાર્થની વેબ સિરીઝ 'બ્રોકન બટ બ્યૂટીફૂલ 3' (Broken But Beautiful 3) નું ટ્રેલર રિલીઝ થયું છે. સિદ્ધાર્થનાં ફેન્સને આ ખુબજ પસંદ આવ્યું છે. હવે સિદ્ધાર્થ શુક્લાનાં ફેન્સ માટે વધુ એક ગૂડ ન્યૂઝ છે કે તે પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'માં મહત્વનાં પાત્રમાં નજર વશે.
સોશિયલ મીડિયા પર છવાયેલી ખબર મુજબ ફિલ્મમાં સિદ્ધાર્થને મહત્વપૂર્ણ કિરદાર ઓફર થયો છે. જો વાત સાચી છે તો, ફિલ્મમાં સિદ્ધાર્થ સૈફ અલી ખાનનાં (Saif Ali Khan) દીકરાનાં પાત્રમાં નજર આવશે. ફિલ્મમાં સૈફ રાવણનો રોલ કરી રહ્યો છે. જ્યારે સિદ્ધાર્થ મેઘનાથનાં પાત્રમાં નજર આવશે. એવામાં જો સિદ્ધાર્થ આદિપુરુષમાં નજર આવશે તો આ તેનાં માટે એક ખુબજ શાનદાર પ્રોજેક્ટ રહેશે. જેમાં તેને ઘણાં બધા ટેલેન્ટેડ એ લિસ્ટ એક્ટરની સાથે કામ કરવાં મળશે. સાથે જ તેનાં ફેન્સ માટે પણ આ એક મોટા સમાચાર રહેશે કે તેઓ તેને એક બિગ બજેટ મેગા સ્ટાર્સ ફિલ્મમાં જોઇ શકશે.
આપને જણાવી દઇએ કે, આદિપુરુષ એક મેગા બજેટ પિલ્મ છે. જેમાં પ્રભાસ ખુદ કૃતિ સેનની સાથે નજર આવશે. તો આ ઉપરાંત સૈફ અલી ખાન અને સની સિંહ પણ ફિલ્મમાં મહત્વનાં પાત્રમાં છે. ફિલ્મને ઓમ રાઉત ડિરેક્ટ કરી રહ્યાં છે અને ભૂષણ કુમાર તેને પ્રોડ્યૂસ કરે છે. ફિલ્મનું બજેટ 400 કરપોજની આસ પાસનું છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. હિન્દી ઉપરાંત તે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર